Nidhi dave, vadodara: હાલ શહેરના યુવાનો (Youth) ઘણી પ્રવૃત્તિમાં કાર્યરત હોય છે. તદુપરાંત ઘણી એવી સિદ્ધિ ( Achievement ) પ્રાપ્ત કરતા હોય છે જેથી કરીને કંઈક નવું શીખવા અને જાણવા મળતું હોય છે.આજના યુવાનો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા માટે વધુ પ્રેરાતા હોય છે. જેમાં શહેરનો યુવા સચિન મુર્ગેશ એ એક અનોખી પહેલ કરી છે. તેઓ વડોદરાથી ચાલતાકેરળ શબરી મલાઈ મંદિરે જશે.આ યાત્રાનો મુખ્ય હેતુંપર્યાવરણ અને જળને બચાવવાનો છે.તેઓની આ પદ યાત્રાથી લોકોને તેઓ પર્યાવરણ અને જળ બચાવોનું મેસજ આપશે.
પર્યાવરણ અને જળને બચાવવા માટે તેઓ આ પદયાત્રા કરી રહ્યા છે.
વડોદરા શહેરમાં રહેતાસચિન મુર્ગેશે આજથી પદ યાત્રાનો પ્રારંભ કર્યો છે.તેઓવડોદરાથી ચાલીને કેરળના સબરીમલાઈ મંદિરે જવા નિકળ્યા છે.તેઓની ઉમર માત્ર 22 વર્ષની છે જેઓનો લક્ષ્ય એ છે કે પર્યાવરણમાં થઈ રહેલા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષ્ણને રોકવાનો છે.સચિન મુર્ગેશમોડેલિંગ, એક્ટિંગ,વીડિયો ક્રિએશન, ઇવેન્ટ, ફેશન શો ઓર્ગેનાઈઝ સાથે જોડાયેલા છે.યા પદયાત્રા કરવા પાછળ તેઓનો મુખ્ય ઉદ્દેશ દેશ અને દુનિયામાં વધી રહેલા પ્રદુષ્ણને ફેલાવતા અટકાવવાનો છે.
સચિન મુર્ગેશે યાત્રા શરૂ કરતા પહેલાવિધિસર જય માળાધારણ કરી
સચિન મુર્ગેશે યાત્રા શરૂ કરતા પહેલાવિધિસર જય માળાધારણ કરી તથા પૂજા વિધિ કરી હતી.અને જય માળા ઘારણ કરી હતી.સચિન મુર્ગેશે જય માળા ધારણ કર્યા બાદ40 દિવસ સુધી ઉપવાસ રાખશે1,767 કિલોમીટરનો પ્રવાસ કરશે. રોજ 40 કિમીનું અંતર એક દિવસમાં કાપશે.સચિનમુર્ગેશવડોદરાથી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તમિલનાડુ થઈને કેરળ પહોંચશે. આ યાત્રા પોતાના સ્વ ખર્ચે કરી રહ્યા છે.પદ યાત્રા અંગે તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કેઆ પ્રયત્નથી કોઈ એક વ્યક્તિ પણ પર્યાવરણ અને જળને બચાવવા માટે એક ડગલું પણ ભરશે તો તેઓ માટે ગર્વની વાત હશે.