શહેરમાં ગત મોડી રાત્રે સોશિયલ મિડીયા પર થયેલા વાયરલ વિડીયોમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે જાહેર માર્ગ ઉપર દારૂની ત્રણ બોટલ સાથે યુવક દેખાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકનું નામ દર્શન પંચાલ છે.
વડોદરા: શહેરમાં ગત મોડી રાત્રે સોશિયલ મિડીયા (Social Media) પર થયેલા વાયરલ વિડીયોમાં (Viral Video) વિશ્વામિત્રી બ્રિજ પાસે જાહેર માર્ગ ઉપર દારૂની (Liquor) ત્રણ બોટલ સાથે યુવક દેખાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકનું નામ દર્શન પંચાલ છે. દર્શને પહેલાથી સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી. જેથી પોલીસે આવીને યુવકની અટકાયત કરીને રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ મથકે જરૂરી કાર્યવાહી કરીને તેને આજે કૉર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગત અદાવતમાં થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.
સોશિયલ મિડિયામાં જે વિડીયો વાઇરલ થયો છે તે રાવપુરા પોલીસ મથક વિસ્તારના વિશ્વામિત્રી એરિયાનો છે. વિડીયોમાં રાવપુરા પોલીસ મથકને હુ ભરણ આપુ છે તેવુ સાભળવામાં આવતા તેની તપાસ અલગથી ACP ડી ડિવીઝનને ઇન્કવાયરી આપી છે, જયરાજસિંહ વાળા, ડીસીપી ઝોન -2 એ જણાવ્યું.