વધુ અભ્યાસ માટે થોડા સમયમાં UK જવાનો હતો યુવક, ડેન્ગ્યૂનાં કારણે થયું મોત

News18 Gujarati
Updated: November 18, 2019, 11:45 AM IST
વધુ અભ્યાસ માટે થોડા સમયમાં UK જવાનો હતો યુવક, ડેન્ગ્યૂનાં કારણે થયું મોત
ડેન્ગ્યૂનું મચ્છર

આ યુવાનને થોડા દિવસ પહેલા તાવ આવ્યો હતો જે બાદ તેણે સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી.

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા : શહેરમાં ડેન્ગ્યૂનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમા બે યુવકોનાં ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યા છે. તરસાલીનાં આશાસ્પદ યુવકનું ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યું છે. જ્યારે બે દિવસ પહેલા શનિવારે ડેન્ગ્યૂનાં કારણે ગોત્રી ગામનાં 31 વર્ષિય યુવાનું મોત નીપજ્યું હતું. ત્યારે મહાનગર સેવાસદન દ્વારા મચ્છરનાં ઉપદ્વવ અંગે કોઇ જ નક્કર કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ રહ્યાનું દેખાઇ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે રવિવારે એટલે ગઇકાલે તરસાલી વિસ્તારનાં યુવકનું ડેન્ગ્યૂનાં કારણે મોત નિપજ્યું છે. તરસાલી વિસ્તારનાં 113, શાંતિનગર સોસાયટીમાં રહેતો 24 વર્ષનો કૌશલ રાજેશભાઈ સેવક અભ્યાસ માટે યુ.કે. જવાની તૈયારી કરી રહ્યો હતો. તેના વિઝા પણ આવી ગયા હતાં અને થોડા જ સમયમાં તે યુ.કે. જવાનો હતો. જેના અચાનક મોતને કારણે આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ યુવાનને થોડા દિવસ પહેલા તાવ આવ્યો હતો જે બાદ તેણે સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. તબિયત વધારે ખરાબ થતાં તેને ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂ પોઝિટીવ આવ્યો હતો. જેની સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું છે. તેના મોતનાં પગલે તરસાલી વિસ્તારનાં રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

ક્યાં જન્મે છે ડેન્ગ્યૂનાં મચ્છરો

ડેન્ગ્યૂ ઈજિપ્ત એડિસ મચ્છરથી થાય છે. આ પ્રકારનાં મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે અને દિવસે કરડતા હોય છે. જેથી મચ્છર ન કરડે તેની ખાસ તકેદારી રાખવી જરુરી છે. તબીબોના મતે ડેન્ગ્યૂ માટે કોઈ એન્ટીવાયરસ દવા કે કોઈ વેક્સીન નથી. ડેન્ગ્યૂમાં પહેલા દિવસથી ભારે તાવ આવે. આ તાવ 120 કલાક કે 5 દિવસની આસપાસ રહેતો હોય છે. તાવ ઉતર્યા પછી ત્રણ દિવસ નબળાઈ વધારે રહે છે. ભારે તાવમાં 103 કે 104 ડિગ્રી તાવ આવે છે. તાવ આવે તો પુરતો આરામ અને દર કલાકે 200 એમએલ ચા, દુધ, નારિયેળ પાણી જેવું પ્રવાહી લેવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.
First published: November 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading