Home /News /madhya-gujarat /વડોદરાની યુવતીએ પર્યાવરણને અનુરૂપ એવો હોમમેડ સાબુ બનાવ્યો

વડોદરાની યુવતીએ પર્યાવરણને અનુરૂપ એવો હોમમેડ સાબુ બનાવ્યો

X
વડોદરા

વડોદરા હેન્ડમેડ સાબુ

ડૉ. સરગમ કોટેચા જેઓ બાળકના દાંતની સ્પેશિયાલિસ્ટ છે. કોરોનાકાળ પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત થાય છે. 

વડોદરાઃ  ડૉ. સરગમ કોટેચા જેઓ બાળકના દાંતની સ્પેશિયાલિસ્ટ છે. કોરોનાકાળ પછી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત થાય છે. તો તેવામાં સરગમ એ 'સબલાઈમ સ્કિનકેર' શીર્ષક હેઠળ હોમમેડ સાબુ, લીપબામ, ક્રીમ, સક્રબ્સ, બોડી લોશન વગેરે જેવી રોજેરોજની જરૂરિયાત વાળી વસ્તુઓ બનાવેલ છે.

જ્યારે હવે લોકો ઘરની બનાવટને વધુ મહત્વ આપી રહ્યા છે તથા ઘર બનાવેલ વસ્તુઓને જ પસંદ કરી રહ્યા છે. જેથી કરીને ડો. સરગમ એ બાળકો માટે સુરક્ષિત તથા સ્કિન માટે સુરક્ષિત હોય એવી વસ્તુઓ બનાવી. આ તમામ વસ્તુઓને બાળકોથી લઈને વડીલો સુધી બધા જ ઉપયોગ કરી શકશે.

તદુપરાંત આ સાબુ કે ક્રીમમાં કોઈ પણ જાતના નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલ નથી. આ વસ્તુઓની અસર ટૂંકાગાળા માટે નહીં પરંતુ લાંબાગાળાની છે. આજકાલ લોકોની જે હોમમેડ વસ્તુઓની માંગ વધવા લાગી છે, જેને લઈને ડો. સરગમે જીવનજરૂરિયાતની વસ્તુઓ બનાવી.
First published:

Tags: Latest gujarati news, વડોદરા સમાચાર