વડોદરા પીપલ્સ હેરીટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક કાર્યક્રમ આયોજિત છે, જેવા કે હેરિટેજ વોક, પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમ. જેમાં ખાસ કરીને પરિક્રમા શીર્ષક હેઠળ તસ્વીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં 18 થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરીટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક કાર્યક્રમ આયોજિત છે, જેવા કે હેરિટેજ વોક, પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમ. જેમાં ખાસ કરીને પરિક્રમા શીર્ષક હેઠળ તસ્વીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરના ફોટોગ્રાફર ધર્મેશ રાજપૂતનું સોલો તસ્વીર પ્રદર્શન છે. જેમાં પરિક્રમા થીમ પર 26 તસ્વીર પ્રદર્શિત કરવામાં આવી છે. ફોટોગ્રાફર ધર્મેશ રાજપુતે જણાવ્યું કે, જ્યારે બાળક 10 વર્ષનું હોય ત્યારે થી જીવનની પરિક્રમા શરૂ થઈ જતી હોય છે. આ તસવીર પાવાગઢ, મહીસાગર, પોર, નાસિક, રાજસ્થાનની છે, જેમાં ફોટોગ્રાફરની 15 થી 20 વર્ષની મહેનત છે. અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે.
આ પ્રદર્શનમાં શહેરીજનો પરિક્રમા શું છે એનો સાચો અર્થ સમજી શકશે અને ખાસ કરીને પરિક્રમાના અલગ અલગ ભાગો અહીં દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શન શહેરના વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ, ક્લાઘોડા સ્થિત આયોજિત છે, જેને શહેરીજનો સવારના 10 થી સાંજના 5 સુધી નિહાળી શકશે.