યોગી આદિત્યનાથનો ગુજરાત પ્રવાસ અચાનક રદ,જાણો કારણ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 4:00 PM IST
યોગી આદિત્યનાથનો ગુજરાત પ્રવાસ અચાનક રદ,જાણો કારણ
આવતીકાલે ગુજરાત પ્રવાસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવવાના હતા. જો કે કલાકો પહેલા જ યોગીનો ગુજરાત પ્રવાસ રદ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 4:00 PM IST
આવતીકાલે ગુજરાત પ્રવાસે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવવાના હતા. જો કે કલાકો પહેલા જ યોગીનો ગુજરાત પ્રવાસ રદ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં આવતીકાલે આત્મીય યુવા મહોત્સવ યોજાવાનો છે. હરીપ્રસાદ સ્વામીના જન્મદિવસ નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સીએમ યોગીએ ભાગ લેવા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. જો કે યુપીમાં વિધાનસભા સત્રના કારણે આવતી કાલે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથ હવે ગુજરાત પ્રવાસે અને વડોદરાના કાર્યક્રમમાં હાજરી આપી શકે તેમ નથી.

જો કે યુવા મહોત્સવમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર નહી રહે પરંતુ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે. સાથે સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહેશે.First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर