વડોદરા: યોગના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સાથે મળીને રાજ્ય યોગ બોર્ડ દ્વારા 26 દિવસીય ઓનલાઈન યોગ શિબિર રાખવામાં આવી હતી. આ યોગ શિબિરમાં શહેરમાંથી 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ બીમારીમાં રાહત મળે તે માટેના યોગ પણ શીખવાડવામાં આવ્યા.
રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિ વિભાગ અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્તપણે યોજવામાં આવેલ ઓનલાઈન યોગ તાલીમ શિબિરમાં શહેરના 100થી વધુ યુવાનો યુવતીઓ અને શહેરીજનોએ ભાગ લીધો હતો. યોગના પ્રચાર અને પ્રસાર તેમજ વધુ લોકોને યોગ ક્રિયામાં જોડાય અને ઘર-ઘર સુધી યોગ પહોંચે તે માટે તાલીમ શિબિર યોજવામાં આવતી હોય છે.
વડોદરા શહેર જિલ્લા રમતગમત કચેરી ખાતે તાલીમ શિબિરમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને યોગ તાલીમનું પ્રમાણપત્ર આપી સમ્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યવ્યિગ બોર્ડના કોચ સોનાલી માલવીયા અને વડીદ્રના રમતગમત અધિકારી કેતુલ મહેરીયા પ્રમાણપત્ર વિતરણના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. યોગ તાલીમ દરમિયાન યુવાનોને સ્વાસ્થ્ય સંબધિત તેમજ તંદુરસ્ત રહેવા માટે વિવિધ યોગની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત બીમારીમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેના યોગ પણ શીખવવામાં આવ્યા હતા.
પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં ટોપ 20 તાલીમાર્થીઓને રૂ. 2500 રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું. જ્યારે તાલીમ શિબિરમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર