શહેરના રેસકોર્સ ઇલોરા પાર્ક ખાતે આવેલ તેજસ સ્કૂલના ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મીત ગૌતમે 1 મિનિટમાં 71 રેપ્સ એટલે કે સ્લાઇડિંગ ડિસ્ક પર રિવર્સ લન્જિસ કર્યા. આ પહેલા આ રેકોર્ડ ચીનના નામે હતો.
વડોદરા: શહેરના રેસકોર્સ ઇલોરા પાર્ક ખાતે આવેલ તેજસ સ્કૂલના (Tejas School) ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મીત ગૌતમે 1 મિનિટમાં 71 રેપ્સ એટલે કે સ્લાઇડિંગ ડિસ્ક પર રિવર્સ લન્જિસ કર્યા. આ પહેલા આ રેકોર્ડ ચીનના (China) નામે હતો. જેમાં ચીનના નીએ ફાનયાઓએ 1 મિનિટમાં 55 રિવર્સ લન્જિસ કર્યા હતા. આ વડોદરા અને ભારત માટે ખૂબ જ ગૌરવની વાત છે.
મીત ગૌતમે જણાવ્યું હતું કે, રિવર્સ લન્જિસમાં એક સ્લાઇડિંગ ડિસ્ક પર રેપ્સ એટલે કે રિવર્સ લન્જિસ કરવાના હોય છે. આ કામ ખૂબ જ અઘરું છે. ભવિષ્યમાં હું આર્મીમાં જોડાવા માંગુ છું. મારી સફળતાનો શ્રેય હું મારા માતા-પિતા અને કોચને આપું છું.