વડોદરામાં સોલાર પેનલ લગાવતી વખતે 22 મજૂરો 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા

News18 Gujarati
Updated: January 27, 2020, 1:01 PM IST
વડોદરામાં સોલાર પેનલ લગાવતી વખતે 22 મજૂરો 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા
સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.

આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

  • Share this:
વડોદરા : શહેરનાં અકોડા દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પેનલ લગાવવાની કામગીરી દરમિયાન 40 ફૂટની લાકડાની પાલક તૂટી જતા 22 મજૂરો નીચે પટકાયા છે. જેમાં 1 વ્યક્તિને સામાન્ય ઇજા અને અન્ય કેટલાક મજૂરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં. આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. જોકે, સદનસીબે દુર્ઘટનામાં કોઇ માનહાનીનાં સમાચાર મળ્યાં નથી.

સોલાર પેલનની ફિટીંગની કામગીરીમાં 22 મજૂરો લાકડાની પાલક બાંધીને તેની પર કામગીરી કરી રહ્યા હતા. જેમાં લાકડાની પાલક અચાનક તૂટી જતા 22 મજૂરો નીચે પટકાયા હતાં. જેમાથી કેટલાક મજૂરો લાકડાની પાલક પર લટકી પડ્યા હતાં જ્યારે કેટલાક સીધા જ નીકે પટકાયા હતાં.

આ પણ વાંચો : સુરતના કરોડપતિ પરિવારનો ભવ્ય વરઘોડો નીકળ્યો, ધનાઢ્ય પરિવાર સંયમનો માર્ગ અપનાવશે

આ દુર્ઘટનામાં વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી છે. 50 ફૂટની ઊંચાઇ પર કામ કરી રહેલા મજૂરો પાસે કોઇ જ સેફ્ટીનાં સાધનો કે કોઇપણ પ્રકારની સેફ્ટી હતી નહીં. આ અંગે હાલ  પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर