Home /News /madhya-gujarat /Vadodara: દિલ ખુશ થઈ જાય તેવી અદભૂત કાચની બનાવટો, ઉદેશ જાણો

Vadodara: દિલ ખુશ થઈ જાય તેવી અદભૂત કાચની બનાવટો, ઉદેશ જાણો

X
100થી

100થી વધુ પ્રકારની વસ્તુઓ ગ્લાસમાંથી બનાવી છે.

વડોદરામાં વોન્કી વર્ક્સ મહિલા ગ્રુપ પર્યાવરણ બચવવા અનોખું કાર્ય કરે છે. કાચની વસ્તુમાંથી વિવિધ વસ્તુ બનાવે છે. જેમ પોર્ટ, કાનની બુટ્ટી, દરવાજાના હેન્ડલ, બુક સ્ટેન્ડ વગેરે 100થી વધુ પ્રકારની વસ્તુઓ ગ્લાસમાંથી બનાવી છે .

Nidhi Dave, Vadodara: "પર્યાવરણ બચાવો" પર ઘણા લોકો કામ કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે વૃક્ષો ન કાપવા, ઝીરો પ્લાસ્ટિક, પ્રદૂષણ ઓછું ફેલાવો વગેરે વિષયોને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે. પરંતુ વડોદરા શહેરમાં મહિલાઓનું ગ્રુપ અદભુત વિચાર સાથે કામ કરી રહ્યું છે કે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ.

"વોન્કી વર્ક્સ" જે મહિલાઓ દ્વારા ચાલી રહેલી સંસ્થા છે. જે પર્યાવરણ બચાવો પર કામ કરે છે. જેમાં ખાસ કરીને કાચ એ પર્યાવરણને સૌથી વધુ પ્રદુષિત કરતું તત્વ છે. જેથી કરીને ઘર, હોટલ, હોસ્પિટલ, કારખાનાઓમાંથી કાચની બોટલો કે બીજી વસ્તુઓને કચરામાં ફેંકી દેવામાં આવતી હોય છે ,



એને એકત્રિત કરીને એમાંથી અનોખી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. જેથી એ કાચની વસ્તુનો ફરી ઉપયોગ થાય અને એટલું પર્યાવરણને ઓછું નુકસાન પહોંચે.



100થી વધુ પ્રકારની વસ્તુઓ ગ્લાસમાંથી બનાવી

વોન્કી વર્ક્સના ફાઉન્ડર એકતાબેન ડોક્ટરે જણાવ્યું હતું કે, ગ્લાસ એ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. જે ક્યારે પણ પર્યાવરણ સાથે ભળી શકતું નથી.



તેથી એ પર્યાવરણ માટે નુકસાનકારક જ સાબિત થતું હોય છે. તેથી આવી વસ્તુઓને કચરામાં ન ફેકતા એનો ફરી ઉપયોગ કરીને ઘર વપરાશમાં વપરાય એવી વસ્તુઓ અમે વર્ષ 2010થી બનાવી રહ્યા છે.



અમારી પાસે 60 રૂપિયાથી લઈને 6,000 રૂપિયા સુધીની વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને ટેબલ પર મૂકવા માટેના પોર્ટ, કાનની બુટ્ટી, દરવાજાના હેન્ડલ, બુક સ્ટેન્ડ વગેરે 100થી વધુ પ્રકારની વસ્તુઓ ગ્લાસમાંથી બનાવવામાં આવી રહી છે.



કેટલીક વસ્તીને 600 થી 700 ડિગ્રી તાપમાને ગરમ કરે

તમામ કાચની બોટલોને પહેલા તો 3 થી 4 વખત ચોખા પાણીથી ધોવામાં આવે છે. ત્યારબાદ કેવા પ્રકારની વસ્તુ બનાવી છે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓ હોય છે.



અમુક વસ્તુઓને વારનિશ કરવામાં આવે છે, તો અમુક વસ્તુઓને 600 થી 700 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી કરીને કાચની બોટલ એક અલગ જ નવું સ્વરૂપ ધારણ કરી લે છે અને આ વસ્તુઓને ખાસ હોટલો અને રેસ્ટોરન્ટ વાળા તથા ઘરમાં મુકવા માટે લઈ જતા હોય છે.



જો કોઈને પર્યાવરણ બચાવવામાં પોતાનું યોગદાન આપવું હોય અથવા તો કાચની બોટલો દાન કરવી હોય અથવા તો કાચની એન્ટિક વસ્તુઓ લેવી હોય તો અહીં સંપર્ક કરી શકો છો: http://www.wonkyworks.in
First published:

Tags: Environment, Local 18, Save Environment, Vadoadara