વડોદરા : માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાઓનો પોલીસને પડકાર, ' અમારા પર કાર્યવાહી કરો,' Video થયો વાયરલ

વડોદરા : માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાઓનો પોલીસને પડકાર, ' અમારા પર કાર્યવાહી કરો,' Video થયો વાયરલ
વડોદરાના આ બંને મહિલાઓએ માસ્ક મામલે વીડિયો બનાવી અને પોતાની વાત વહેતી મૂુકી હતી.

વડોદરાની બે મહિલાઓએ માસ્ક પહેર્યા વગર શહેરમાં ભ્રમણ કર્યુ, Video વાયરલ કરી કહ્યું, 'પોલીસ અમારા પર કેસ કરે, અમે માસ્ક નહીં પહેરીએ'

 • Share this:
  અંકિત, ઘોનસીકર, વડોદરા : રાજ્યમાં આજે કોરોના વાયરસની (Corona Vaccine) વેક્સિન આવી ગઈ છે. આગામી સપ્તાહથી વક્સિનેશન પણ શરૂ થઈ જશે. જોકે, જ્યાં સુધી હર્ડ ઇમ્યૂનિટી ન આવે ત્યાં સુધી તો માસ્ક જ વેક્સિન છે. જોકે, માસ્કના મામલે રાજ્યમાં ધમસાણ મચી રહ્યું છે. રોજ સવાર પડતાની સાથે માસ્કની (Mask) બબાલો પોલીસ અને પ્રેસના ધ્યાને આવી જાય છે અને તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આવી જ એક માથાકૂટ વડોદરા (Vadodara) શહેરમાં ઉદભવી છે. અહીંયા બે મહિલાઓ ગઈકાલે માસ્ક પહેર્યા વગર શહેરના શેર કરવા નીકળી પડી હતી. તેમણે પોતાના સ્વજનો સાથે એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયો વાયરલ (Viral Video) કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો કે 'અમે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. અમને કોઈ પોલીસે ન રોક્યા, અમે ઇચ્છીએ છીએ કે અમારા પર કેસ થાય'

  મામલો શું છે?  હકિતતમાં ગઈકાલે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ઊભેલી બે મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલાઓ દ્વી ચક્રી વાહન પર માસ્ક પહેર્યા વગર ફરી રહી હતી. મહિલાઓની ઓળખ વીડિયોમાં અક્ષિકાબા અને રિંકુબા તરીકે આપવામાં આવી છે. આ મહિલાઓનો દાવો છે કે તે માસ્ક વગર ફરી છતા પોલીસે તેમને રોકી નહીં ના તો તેમને દંડ ફટકારવામાં આવ્યો. તેમના પર પોલીસ કાર્યવાહી કરે તેવી તેમની માંગ છે.  આ પણ વાંચો : સુરત : મહિલા TRB જવાનનો વીડિયો Viral, ટેમ્પો ચાલક પાસેથી હપ્તો લીધો હોવાનો આક્ષેપ

  શા માટે પોતાના પર કેસ કરવા આતુર છે આ મહિલાઓ?

  હકિકતે થોડા દિવસો પહેલાં વડોદરા ડેરી પાસે થોડા દિવસો પહેલાં એક સરઘસ નીકળ્યું હતું. આ સરઘસમાં આવેલા લોકોએ માસ્ક નહોતું પહેર્યું તેવો આ મહિલાઓનો દાવો છે. આ વીડિયોમાં મહિલાઓએ કહ્યું કે તેઓ આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર કચેરીએ ગયા હતા પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નથી. આ ઘટનાના વિરોધમાં તે માસ્ક પહેર્યા વગર ફરી રહી છે.

  આ પણ વાંચો :   અમદાવાદ : 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ ચોરાઈ, બંટી-બબલીની ચોરીનો LIVE Video

  'પોલીસનો ટાર્ગેટ પુરો થઈ જાય પછી નથી રોકતી'

  આ વીડિયોમાં અક્ષિકાબા નામની મહિલાએ છાશવારે એવા આક્ષેપ કર્યા કે પોલીસનો ટાર્ગેટ હોય ત્યાં સુધી જ તેઓ સામાન્ય માણસને રોકે છે અને પછી તે નાગરિકોને રોકતી નથી ન તો દંડ ઉઘરાવે છે. પોલીસ રાજકારાણીઓ અને ખાસ કરીને સત્તાધારી ભારતીય જનતા પક્ષના નેતાઓ પર માસ્ક ન પહેરવાની કાર્યવાહી નથી કરતી આવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
  Published by:Jay Mishra
  First published:January 12, 2021, 13:36 pm

  ટૉપ ન્યૂઝ