Home /News /madhya-gujarat /વડોદરાનો ચકચારી બનાવ: સગી માતા ચપ્પુ લઈને સગીર દીકરી પર તૂટી પડી, કારણ એવું કે વિશ્વાસ નહીં કરી શકો

વડોદરાનો ચકચારી બનાવ: સગી માતા ચપ્પુ લઈને સગીર દીકરી પર તૂટી પડી, કારણ એવું કે વિશ્વાસ નહીં કરી શકો

દીકરી પર હુમલો કરનારી મહિલા મોડેલિંગ અને વેબ સિરિઝમાં કામ કરે છે.

Vadodara woman stabbed daughter: પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મહિલાએ અગાઉ બે વખત છૂટાછેડા લીધા છે. હાલ જે યુવક સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તે દેશ બહાર હોવાનું જાણવા મળ્યું છે.

  વડોદરા: શહેરમાં એક અજીબ બનાવ બન્યો છે. જેમાં સગી માતાએ પોતાની 13 વર્ષની સગીર દીકરીને ચપ્પુના 20 જેટલા ઘા મારીને ઈજા (Mother stabbed teenager daughter) પહોંચાડી છે. આ મામલે સમા પોલીસે (Sama police) તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે સયાજી હૉસ્પિટલ (Sayaji Hospital)માં દાખલ કરવામાં આવી છે. માતાના અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ (Love relation)માં આ હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી માતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધેલા છે. ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ 108ને પણ ફોન કર્યો હતો. એવી પણ વિગત સામે આવી છે કે માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતો તે યુવક તેની સગીર દીકરી (Mother attack teenager daughter) નજીક આવી ગયાની માતાને શંકા હતી.

  આ અંગે અલગ અલગ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે. માતા પુત્ર કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. આરોપી મહિલાએ 2013ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો. આ દરમિયાન મહિલાની પુત્રીને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી માતા-પુત્રી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે સમય જતાં મહિલાની પુત્રીને તે યુવકની નજીક આવી ગઈ હતી. જે બાદમાં માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા.

  માતાએ પુત્રી પર હુમલો કર્યો


  મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના 20 વાર કરી દીધા હતા. જે બાદમા તે દીકરીને લઈને સયાજી હૉસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન માતાએ પોલીસ કંટ્રોલ રૂમને એવો ફોન પણ કર્યો હતો કે તેણે પોતાની દીકરીની હત્યા કરી નાખી છે. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

  આ પણ વાંચો: અમદાવાદનો ચકચારી બનાવ: બાળકને માર મારવા મામલે પત્નીએ કરી પતિની હત્યા

  પોલીસ ફરિયાદ ન કરી


  આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. પોલીસે આ મામલે મહિલાના સંબંધીને ફરિયાદી બનાવ માટે સમજાવ્યા હતા પરંતુ કોઈ ફરિયાદી બનાવ તૈયાર થયું ન હતું. એવી પણ જાણકારી મળી છે કે દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડ્યા બાદ માતાએ જ પોલીસ અને 108ને ફોન કર્યો હતો. પોલીસ આવી પહોંચી ત્યારે માતાએ સમગ્ર કહાની જણાવી હતી. જે બાદમાં 108 મારફતે ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

  બે વખત છૂટાછેડા


  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મહિલાએ અગાઉ બે વખત છૂટાછેડા લીધા છે. હાલ જે યુવક સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તે દેશ બહાર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના લગ્ન વખતે ઘરકંકાસને પગલે મહિલાએ બે વખત પોલીસ ફરિયાદ પણ કરી છે. હવે દીકરી પર હુમલો કરીને મહિલા ફરી પોલીસ ચોપડે ચડી છે. સંસ્કારી નગરી કહેવામાં આવતા વડોદરાના આ બનાવે હાલ આખા શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે.

  આ પણ વાંચો: સુરતમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

  રાજસ્થાન ફરવા ગઈ હતી મહિલા


  પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 39 વર્ષીય મહિલાનો સંપર્ક તેના વર્તમાન પ્રેમી સાથે સોશિયલ મીડિયા થકી થયો હતો. મહિલા તાજેતરમાં તેની દીકરી અને પ્રેમી સાથે પાડોશી રાજ્ય રાજસ્થાન ફરવા પણ ગઈ હતી. મહિલાની પુત્રી હાલ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. રાજસ્થાન પ્રવાસ દરમિયાન જ માતાને શંકા પડી હતી કે તેની દીકરીને તેના પ્રેમી સાથે સંબંધ છે. એવી પણ માહિતી મળી છે મહિલાનો પ્રેમી હાલ દુબઈમાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Love, Vadodara, અફેર, દીકરી, માતા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन