Home /News /madhya-gujarat /વાઘોડિયા : પ્રેમીને ફસાવવા પ્રેમિકાએ પ્રેમીની બીજી પ્રેમિકાની હત્યા કરી

વાઘોડિયા : પ્રેમીને ફસાવવા પ્રેમિકાએ પ્રેમીની બીજી પ્રેમિકાની હત્યા કરી

હેડફોન મોડી રાતના સમયે જો તમે કોઇ કેબમાં બેઠા હોવ તો તે વિષેની જાણકારી તમારા પરિવારને આપો. સાથે જ કેબમાં કે રસ્તામાં એકલા ચાલતા એક સાઇડ હેડફોનનો લગાવો. જેથી જરૂરીયાતના સમયમાં તમે કોઇને ફોન કરી શકો.

મૃતક મહિલાના પ્રેમીની અન્ય પ્રેમિકાએ તેના જુના પ્રેમી સાથે હાથ મિલાવી હત્યા કરી દીધી છે.

    ન્યૂઝ18 ગુજરાતી : વાઘોડિયા તાલુકામાં દસ દિવસ પહેલા માનવનાં હાડકાં તથા વાળનો જથ્થો મળ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ હાડકાં અને વાળ મહિલાના હતા. આ મહિલાની હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલાની હત્યા તેનાં પ્રેમીની અન્ય એક પ્રેમિકાએ તેના પૂર્વ પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે. જે બાદ પોલીસે મહિલા તેમજ તેના પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે સંખેડા તાલુકાના કોટાલી ગામના મૂળ અને હાલ દત્તપુરા ગામની સીમમાં આવેલી વીએનએસ હોસ્ટેલમાં સફાઇ કામ કરતા મધુબેન દશરથભાઇ વસાવા તારીખ 8નાં જૂનના રોજ ગૂમ થયા હતાં. જેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રી મનિષાએ આપી નોંધાવી હતી. તપાસ દરમિયાન દત્તપુરા ગામની સીમમાં વ્રજનિધિ રેસિડેન્સી સોસાયટી પાસે ખુલ્લી પડતર જમીનમાં મધુબેનના કપડા તેમજ આજુબાજુ છૂટાછવાયા હાડકા તથા વાળનો મોટો જથ્થો મળ્યો હતો.

    આ પણ વાંચો : અમદાવાદમાં જમાઈને સાસુ સાથે થયો પ્રેમ પરંતુ કરી નાંખી હત્યા

    આ તપાસમાં પોલીસની સાથે એલસીબીનો સ્ટાફ પણ જોડાયો હતો. પોલીસે મધુબેનના મોબાઇલ આધારે તપાસ કર્યા બાદ છેલ્લે જેની સાથે વાત થઇ હતી તેને શોધી કાઢી દત્તપુરા ગામની સીમમાં વીએનએસ હોસ્ટેલ સામે વુધ્ધાશ્રમના ટ્રસ્ટની રૂમમાં રહેતી વિધવા વસંતીબેન નટવરભાઇ વસાવા તેમજ જેન્તી ચંદુભાઇ વસાવા (રહે.જીરાલ, તા.તિલકવાડા, જિ.નર્મદા)ની પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બંનેએ કબૂલાત કરી હતી કે મધુબેનને વૃધ્ધાશ્રમની રૂમમાં રહેતા ઉર્ષિત ઇશાક સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. તેમજ ઉર્ષિતને વસંતી સાથે પણ પ્રેમ સંબંધ હતો. ઉર્ષિતના વસંતી સાથેના સંબંધોની જાણ મધુને થતા બંને મહિલાઓ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતાં.

    આ પણ વાંચો : સુરત : પતિએ પત્ની અને પ્રેમીની અંગતપળનો વીડિયો પ્રેમીની પત્નીને મોકલતા ધરપકડ

    દરમિયાન વસંતીએ તેના પૂર્વ પ્રેમી જેન્તીને જણાવેલ કે ઉર્ષિત મારી સાથે જબરજસ્તી કરે છે જેથી તેની પ્રેમિકા મધુને મારી નાંખીએ તો આ ખૂન ઉર્ષિતના માથે પડે. દરમિયાન બંનેએ કાવતરુ ઘડી મધુને તારીખ 8ના રોજ બોલાવી લોખંડના પાટા વડે ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Afire, Love, Vadodara, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन