Home /News /madhya-gujarat /

Vadodara Dhwani projects : હવે ટ્રાફિક જામમાં નહીં ફસાય એમ્બ્યુલન્સ, જુઓ કેમ અને કેવી રીતે?

Vadodara Dhwani projects : હવે ટ્રાફિક જામમાં નહીં ફસાય એમ્બ્યુલન્સ, જુઓ કેમ અને કેવી રીતે?

વડોદરા

વડોદરા શહેરના બે યુવા દ્વારા ખાસ એક પહેલ

ધ્વનિ પ્રોજેક્ટ: હવે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ નહિ ફસાય.દેશભરમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાવવાની સમસ્યા રહેલી છે.આપતકાલીન સમયે એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી ના શકે ત્યારે દર્દીને અધ રસ્તે જ ખોવી દેવાનો વારો આવતો હોય છે.

    નિધિ દવે, વડોદરા : દેશભરમાં ટ્રાફિક જામમાં (Traffic Jam) એમ્બ્યુલન્સ (Ambulance service) ફસાવવાની સમસ્યા રહેલી છે. એવામાં ખાસ કરીને જયારે આપતકાલીન સમયે એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી ના શકે ત્યારે દર્દીને અધ રસ્તે જ ખોવી દેવાનો વારો આવતો હોય છે. તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને સારવાર મળી રહે તે હેતુથી વડોદરા શહેરના બે યુવા દ્વારા ખાસ એક પહેલ કરવામાં આવી છે.

    ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યા થશે દૂર

    શહેરના બે યુવા કશ્યપ ભટ્ટ અને નિશિત મેકવાન, જેમણે ભેગા મળીને ધ્વનિ પ્રોજેક્ટની રચના કરી છે. ધ્વનિ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે,જે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યા રહેલી છે એ દૂર થશે. આ યુવાનો આ પ્રોજેક્ટને પેટન્ટ પણ નથી કરાવવાના. જેથી કરીને આ પ્રોજેક્ટને દરેક દેશના લોકો વાપરી શકે. તદુપરાંત છેલ્લા 3 મહિનાથી પ્રોજેક્ટ પાછળ સમય ફાળવી રહ્યા છે. અને હજી પણ કોડિંગ ડેવલોપીંગનો ભાગ પ્રોસેસમાં છે.

    એમ્બ્યુલન્સ અને ટ્રાફિક સિગ્નલ એકબીજા સાથે જી.પી.એસ. દ્વારા જોડાયેલા રહેશે.

    આ પ્રોજેક્ટ ખાસ એ પ્રકારે કાર્યરત થશે કે, એમ્બ્યુલન્સ અને ટ્રાફિક સિગ્નલ એકબીજા સાથે જી.પી.એસ. દ્વારા જોડાયેલા રહેશે. જયારે એમ્બ્યુલન્સ હોસ્પિટલ જવા રવાના થશે, ત્યારે એ આખા રોડ પર એમ્બ્યુલન્સની લાલા - બ્લુ લાઈટ એ સ્ટ્રિટ લાઈટ પર પણ થશે, જેથી રોડ પર જઈ રહેલા રાહદારીઓ અને શહેરીજનોને પણ જાણ થઈ જશે,કે આ વિસ્તાક કે રોડ પરથી એમ્બ્યુલન્સ પસાર થશે.જેથી કરી તેઓ એમ્બ્યુલન્સ માટે રસ્તો ખાલી કરી દેશે અથવા તો તેને માર્ગ આપી દેશે.માર્ગ આપી દેવાના કારણથીએમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ જશે.

    આ પણ વાંચોVadodara: પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળા અને દેવયાનીરાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ સાથે રથયાત્રા ઉજવી

    દર્દીને સમયસર સારવા મળે અને રસ્તામાંજ તેઓનું મૃત્યુ ન પામે તે હેતુથી પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ:નિશિત મેકવાન

    આ યુવાનોનું આ ખાસ પ્રોજેક્ટ કરવા પાછળનોમુખ્ય વિચાર ત્યારે આવ્યો, જયારે તેઓએ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સને ફસાયેલી જોઈ અનેટ્રાફિકમાં જ દર્દીનું મૃત્યુ થઈ ગયું. એ જોઈને બન્નેયુવાનોને વિચાર આવ્યો કે આપણે આ બાબતનું સોલ્યુશન લાવવું જોઈએ. આપણા ભણતરને એક સારી બાબતમાં વાપરીને લોકોને આવી રીતે રસ્તા વચ્ચે મરતા બચાવી શકીએ છીએ. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે, જેમ બને એમ લોકોને કપરી પરિસ્થિતમાં બચાવી અને સમયસર સારવાર મળી રહે તથા આ બાબતે લોકો જાગૃત બને.
    Published by:kiran mehta
    First published:

    Tags: Vadodara City News, વડોદરા પોલીસ, વડોદરા શહેર, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन