સયાજી હોસ્પિટલમાં 30 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો છે.
ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમીક્રોનના કેસમાં વધારો થતાં વડોદરાની સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અને વધુ બેડની જરૂર પડે સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવશે.
વડોદરા: ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમીક્રોનના કેસમાં વધારો થતાં વડોદરાની સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અને વધુ બેડની જરૂર પડે સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવશે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર કોરોના અને ઓમીક્રોનના વધી રહેલા કેસોને લઈને સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલમાં 30 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટરથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો મેડિકલ નર્સિંગ હોમમાં 22 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
જો કોરોના અને ઓમીક્રોનના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાય અને સયાજી હોસ્પિટલમાં બેડની અછત સર્જાય તો પણ તંત્ર સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલને સમકક્ષ સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે 550 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ વોર્ડ ગણતરીના કલાકોમાં ઉભો થઇ જશે તેવું સયાજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ઓ.બી.બેલીમે જણાવ્યું હતું.
તો કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની અછતની બુમો સામે આવી હતી. ત્યારે આ વખતે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે 40 ટન ઓક્સિજનની સુવિધા છે. અને સાથે સાથે સયાજી હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી 9 ટન ઓક્સિજન મળી રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર