વડોદરાના યુવા ઉદ્યોગસાહસિક (Young entrepreneur) અને ટેકનોક્રેટ એવા ભાગ્યેશ કડિયા દ્વારા ભારતભરના સ્ટાર્ટઅપ (startup) વેંચર્સ તથા નાના બિઝનેસની (Business) પ્રોડક્ટને પ્રભાવશાળી વ્યક્તિત્વના સક્રિય ઓનલાઇન નેટવર્કની મદદથી વિશ્વભરમાં માર્કેટ કરવા માટે જરૂરી એવા પ્લેટફોર્મ શરૂઆત કરવામાં આવી.
Vadodara news: વડાપ્રધાન મોદીના (PM modi) ડિજિટલ ભારતના (Digital India) સપનાને ખરા અર્થમાં સાકાર કરવા માટે વડોદરાના યુવા ઉદ્યોગસાહસિક (Young entrepreneur) અને ટેકનોક્રેટ એવા ભાગ્યેશ કડિયા દ્વારા ભારતભરના સ્ટાર્ટઅપ (startup) વેંચર્સ તથા નાના બિઝનેસની (Business) પ્રોડક્ટને પ્રભાવશાળી વ્યક્તિત્વના સક્રિય ઓનલાઇન નેટવર્કની મદદથી વિશ્વભરમાં માર્કેટ કરવા માટે જરૂરી એવા પ્લેટફોર્મ શરૂઆત કરવામાં આવી. હવે ભારતભરના ઉદ્યોગ સાહસિકોને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે માર્કેટપ્લેસનો અવસર આપતું પ્લેટફોર્મ બન્યું, 'સોશિયલપબ્લી'.
નાનામાં નાના વેપારીઓથી લઈને ઉદ્યોગસાહસિક સુધી દરેકને પોતાના પ્રોડક્ટ તથા સોલ્યુશન્સ વિશે મહત્તમ લોકો સુધી જાણકારી પહોંચે, એ ખૂબ જ અગત્યનું હોય છે. આજના ડીજીટલ યુગમાં જ્યારે દરેક માણસ પોતાના ખિસ્સામાં એક પોતીકું વિશ્વ લઈને ફરતો હોય છે, ત્યારે ભારતના નાના-મોટા ઉદ્યોગ સાહસિકો, ઇનોવેટર્સ અને રોકાણકારોને સહજ અને સરળ રીતે વિવિધ ક્ષેત્રે ખ્યાતનામ અને પ્રભાવી લોકો સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ ની શરૂઆત વડોદરાના ભાગ્યેશ કડિયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ પ્લેટફોર્મમાં રેપીડો, મીંતરા, કુકી ઇન્ડિયા, રેંટિયો તુવેર દાળ, વેગેરે જેવી ઘણી લોકલ પ્રોડક્ટ જોડાયેલ છે.
આ પ્લેટફોર્મ દ્વારા આગામી દિવસોમાં અંદાજે એક લાખ લોકોને જોડીને ભારતમાં નિર્મિત થયેલી પ્રોડક્ટ્સને વિશ્વભરમાં માર્કેટ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જ્યારે આપણે કોરોનાની કપરી પરિસ્થિતિ માંથી બહાર નીકળીને આપણી અર્થવ્યવસ્થાને એક નવી ઊંચાઈ આપવા માટે સૌ કાર્ય કરી રહ્યા છે, ત્યારે ભાગ્યેશ દ્વારા શરૂ કરાયેલા પ્લેટફોર્મ સોશિયલપબ્લી યુવાઓ માટે એક પ્રેરકબળ બની રહેશે.
આ માટે તેઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને એક્સેલેટર "વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો" નો જરૂર સપોર્ટ મળ્યો છે. તદુપરાંત તેઓના આ પ્લેટફોર્મ ને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન, ઇન્ડસ્ટ્રી નેટવર્ક સપોર્ટ તથા અન્ય સહાયતા વડ -એક્સ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ટૂંક સમય પહેલાં શરૂ કરવામાં આવેલા પ્લેટફોર્મ પર વિશ્વભરના ત્રીસ હજાર કરતાં વધારે પ્રભાવી લોકો જોડાઈ ચુક્યા છે, તથા અંદાજિત 500 કરતા વધારે સ્ટાર્ટઅપ, યુવા પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન આ પ્લેટફોર્મ દ્વારા વિકસાવેલા પ્લેટફોર્મનો લાભ લઈ ચૂક્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલી આ શરૂઆત ભારતભરના પ્રભાવી લોકોને જોડવાનું એક સશક્ત માધ્યમ બનશે અને ભારતની પ્રોડક્ટ્સને વિશ્વભરમાં ફેલાવીને ભારતને ગૌરવાન્વિત કરવાનું કામ કરશે. તદુપરાંત આગામી દિવસોમાં આ પ્લેટફોર્મને યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને વિશ્વના વિવિધ ભાગોમાં વિસ્તૃત કરાવાની યોજના ધરાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર