વડોદરા : હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં લાંબા વિરામ બાદ શનિવારથી હળવાથી ભારે વરસાદ (Rainfall) ની શરૂઆત થઈ છે. મેઘરાજાના આગમનથી લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.
વડોદરા શહેરમાં છેલ્લા 10 કલાકથી મેઘરાજા વરસી રહ્યા છે. વડોદરાવાસીઓને ગરમીથી છુટકારો, મળ્યો છે, અને ઠંડકનો માહોલ સર્જાયો છે. વરસાદ વરસતા ગુરુપૂર્ણિમાં જેવા સારા દિવસે દેવોના દેવ મહાદેવ પર જળાભિષેક થતા ખુબજ સુંદર દ્રશ્ય સર્જાયું.
હવામાન વિભાગની આગાહી છે કે, દક્ષિણ ગુજરાતમાં રવિવારે રેડ એલર્ટ, બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. મેઘરાજા હજુ મનમુકીને વરસ્યા નથી ત્યાં તો શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વડોદરાવાસીઓ પાણીના ખાબોચિયાંથી પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં રેડ એલર્ટ અને બીજી બાજુ શહેરની અત્યારથી જ આ હાલતનું સર્જન થઈ ગયું છે.
શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની જરૂરત વર્તાય રહી છે. થોડા સમય પહેલા જ વરસાદી ગટરોનું કામ કાજ કરવામાં આવ્યું હોવા છતાં, શહેરની અત્યારે આ હાલત છે. કોર્પોરેશને ફક્ત ચૂંટણીઓમાં જ નહિ પરંતુ આવા સમયે પણ ઉભા રહી યોગ્ય વ્યવસ્થા હાથ ધરવી જોઈએ.
હજી તો હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યમાં આંટી ભારે વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે. જો વડોદરા શહેરની કોર્પોરેશન વહેલી તકે કોઈ પગલું નહિ ભરે તો શહેરના લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. એક તરફ શહેર સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે અને બીજી બાજુ શહેરની વાસ્તવિકતા આ છે.
આવી વરસાદી ઋતુમાં શહેરના રસ્તાઓની પણ આવી જ કંઈક હાલત છે. પાણી ભરાતા રસ્તાઓમાં ખાડાઓ પડી જાય છે. એ ખાડાઓનું નિરાકરણ પણ ઝડપથી થતું નથી. કોર્પોરેશને અને ખાસ કરીને જે પક્ષના નેતાઓ શહેરમાં નારાઓ અને આંદોલનો કરી રહ્યા છે, એમને હવે જાગવાની જરૂર છે અને આ બધા કામ પહેલા કરવાની જરૂરત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર