Home /News /madhya-gujarat /

વડોદરામાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે જ થશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કલેકટર

વડોદરામાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે જ થશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કલેકટર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર ધ્‍વજવંદન કરાવશે

શહેરમાં આગામી તા.26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવશે,

    વડોદરા: શહેરમાં આગામી તા.26મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવશે, એમ કલેકટર એ. બી. ગોરે જણાવ્યું હતું. 26મી જાન્યુઆરી, 2022ના પ્રજાસત્તાક દિને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઈ પરમાર સવારે 9:00 કલાકે ધ્‍વજવંદન કરાવશે, એવું એલાન કરવામાં આવ્યું છે.

    કલેકટર એ.બી. ગોરના અધ્‍યક્ષસ્‍થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ વિષયની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરએ સમગ્ર કાર્યક્રમ કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક બાબતોની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અર્થે બેઠક યોજાઈ હતી. સંપૂર્ણપણે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે બંદોબસ્ત ગોઠવવાનું સૂચન કરવામાં આવેલ છે.

    આ પણ વાંચો: ચેતજો! વલસાડમાં બાળકોને સાથે રાખીને ભિક્ષુક મહિલાઓની ગેંગ આ રીતે કરે છે ચોરી

    વડોદરાના એ. બી. ગોર કલેકટરએ જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવિડ-19ની ગાઈડ લાઈનના અસરકારક પાલન સાથે કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી જે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે તેઓએ સુચારૂ રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરમાં હાલમાં જ થોડા દિવસ પહેલા જ નવા કલેકટરની નિમણુંક કરવામાં આવી હતી અને ત્યારબાદ આ તેમનું પ્રથમ પગલું છે.

    આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

    આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, મામલતદાર હાજર રહ્યા હતા. એક બાજુ વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં અતિશય વધારો નોંધાઈ રહ્યો છે અને બીજી તરફ તહેવારો આવી રહ્યા છે. એવામાં વડોદરા શહેરના કલેક્ટરે ફરમાન જારી કર્યું છે કે, આવનારી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન સાથે કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર