Home /News /madhya-gujarat /

Vadodara Weather: 8.4 ડિગ્રી ઠંડી સાથે શહેર શિતાગાર, હજૂ બે દિવસ કડકડતી ઠંડી ધ્રુજાવશે...

Vadodara Weather: 8.4 ડિગ્રી ઠંડી સાથે શહેર શિતાગાર, હજૂ બે દિવસ કડકડતી ઠંડી ધ્રુજાવશે...

કોલ્ડવેવને કારણે ફરીવાર કાતિલ ઠંડીમાં વડોદરા ધ્રૂજી રહ્યું છે. 

કોલ્ડવેવને કારણે ફરીવાર કાતિલ ઠંડીમાં વડોદરા ધ્રૂજી રહ્યું છે. વાતાવરણમાં પારો ગગડતાં વડોદરા શહેર અને જિલ્લાના લોકો ફરી એકવાર કાતિ

    વડોદરા: કોલ્ડવેવને (Cold wave) કારણે ફરીવાર કાતિલ ઠંડીમાં વડોદરા ધ્રૂજી રહ્યું છે. વાતાવરણમાં (Weather) પારો ગગડતાં વડોદરા શહેર અને જિલ્લાના લોકો ફરી એકવાર કાતિલ ઠંડીમાં લોકો તાપણાના સહારે ઠંડીથી બચવા પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા. શિયાળાની મોસમમાં (Winter season) સતત ચોથી વખત કમોસમી વરસાદ (Unseasonal rain) પડતા ઠંડીનું જોર વધતાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.

    શહેર અને જિલ્લામાં માવઠા બાદ સતત ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીમાં વધારો નોંધાયો છે જેની અસર જનજીવન પર પણ પડી રહી છે. જોકે આગામી ત્રણ ચાર દિવસ સુધી વડોદરા શહેર અને જિલ્લાના લોકોને ઠંડીમાં કોઇ રાહત મળે તેવા કોઈ અણસાર નથી. વડોદરા શહેરમાં પારો 8 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા રહેલી છે. વડોદરા 8.4 ડિગ્રી સાથે વડોદરામાં સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ બની રહ્યો હતો. ઉત્તર- પૂર્વ દિશામાંથી બર્ફીલા પવન ફૂંકાતા લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી ઘટી ગયુ હતુ.

    આ પણ વાંચો: ગોધરા: લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ પિતાના ઘરમાં દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી

    જેમાં આજરોજ મંગળવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 38% રહેલું છે. અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજૂ બે દિવસ વર્તાશે તેવી હવામાન ખાતાએ આગાહી આપેલી છે.

    આ પણ વાંચો: ગાંધીનગર, અમદાવાદમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, હજી 3 દિવસ કાતિલ coldwave ની આગાહી

    શહેરમાં બુધવારના રોજ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધીનો નોંધવાની શક્યતા રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 44 ટકા જેવું રહેશે. તથા હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે પણ શહેરીજનો ઠંડીનો અનુભવ કરશે. આગામી બે દિવસમાં ઠંડીનો પારો 8 ડિગ્રીથી નીચે જાય અને હજૂ કડકડતી ઠંડી અનુભવાશે. હિમાલયી વિસ્તારોમાં સર્જાયેલી હિમ વર્ષાને કારણે ઉત્તર ભારતના પ્રદેશોમાં બર્ફીલા પવનો ફૂંકાયા હતા. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પડી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર