વડોદરા: શહેરમાં આંતરરાષ્ટ્રીય લેવલેના "ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસીએશન" નું રિહર્સલ IKFA kiting Sports દ્વારા આજરોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ વડસર વિસ્તારમાં આયોજીત કરવામાં આવ્યું હતું. લોકલ કાઈટીસ્ટનો અવનવી પતંગ ચગાવવાનો રિહર્ષલ મેળો એટલે કે કાઈટિંગ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ લેવલનું રિવિઝનનું આયોજન રખાયું હતું.
વડોદરા સ્થિત કાઈટિંગ સ્પોર્ટ્સ માટેના બનેલા એસોસીએશન કે જે "International kite Flyer Association" IKFA ના નામે ઓળખાય છે. જેના ગઠનનું માધ્યમ સર્વ લોકલ કાઈટીસ્ટની ક્ષમતા ચકાસી અને વિવિધ નવા લોકોને કાઈટિંગ સ્પોર્ટ્સ સાથે જોડીને એમના કૌશલ્યને અંતરરાષ્ટ્રીય કક્ષાના કાઈટિંગ સ્પોર્ટ્સમાં સ્થાન અપાવવાનું માધ્યમ છે.
સાથોસાથ, અન્યત્ર વડોદરામાં 11 જાન્યુઆરીના રોજ ગુજરાત ટુરીઝમ ધ્વારા આયોજીત "ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ IKE" યોજાશે. જેમાં દેશ વિદેશના પતંગબાઝો પોતાના કરતબ દાખવશે અને સાથસાથો આપણાં વડોદરાના આંતરરાષ્ટ્રીય લેવલના પતંગબાઝો પણ પોતાના અનેરા કરતબ થકી વિદેશી મહેમાનોને ટક્કર આપશે.
તદ્ઉપરાંત, વડોદરામાં ગુજરાત ટુરીઝમ ઘ્વારા 11 જાન્યુઆરી 2022 ના રોજ વડોદરાની મધ્યે આવેલ નવલખી મેદાન ખાતે સવારે 9 કલાકથી બપોરના 2 કલાક સુધી IKF 2022 યોજાનાર છે. જેમાં વિદેશથી કાઈટીસ્ટ આવશે અને સાથસાથો આપણા ગુજરાતના કાઈટીસ્ટોની ટીમ પણ અનેરું પ્રદર્શન આપશે. કોવીડ 19 ના કારણે ગત વર્ષે આ આયોજન બંધ રખાયેલ હતું. પરંતુ આ વર્ષે સર્વ સંબંધીત સુરક્ષાઓને પ્રાધાન્ય એ રાખીને ફરી થી IKF ઉજવવા જઈ રહ્યા છે.
પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકારના 3 મોટા કાર્યક્રમો રદ કરાયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, અમદાવાદનો ફ્લાવર શો, ઉત્તરાયણમાં યોજાનાર પતંગોત્સવ રદ કરવામાં આવેલ છે. તો પ્રશ્ન એ છે કે, શું 11 જાન્યુઆરી એ વડોદરામાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ યોજાશે કે રદ થશે ???
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર