Home /News /madhya-gujarat /Vadodara : GSTની બેડીયો ખેલૈયાઓના પગ થંબાવશે! જાણો શું છે યુવાઓનો મત

Vadodara : GSTની બેડીયો ખેલૈયાઓના પગ થંબાવશે! જાણો શું છે યુવાઓનો મત

X
વડોદરાના

વડોદરાના પ્રસિદ્ધ ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા ખેલૈયાઓ નિરાશ.

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, જેમાં રાજ્ય સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા માત્ર વડોદરામાં જ એક લાખ ઉપરાંત ખેલૈયાઓને ગરબા રમવા માટે દોઢ કરોડથી પણ વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. 

Nidhi dave,vadodara:રાજ્યમાં આ વખતે ગરબા( Garba) રમવા મોંધા પડી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ગરબા પર 18 ટકા GST લગાવાયો છે. જેના કારણે ગરબા રમતા ખેલૈયાઓને ગરબા રમવા માટે દોઢ કરોડથી પણ વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે.તો બીજી બાજૂ રાજકોટ(rajkot) ના ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો GST ભરવો પડશે.

વડોદરા (vadodara) શહેરની વાત કરવામાં આવે તો જિલ્લામાં યોજાતા યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો( organizers ) ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકો( Garba administrators)એ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ગરબા રમતા ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા જતા દર્શકો ડેઈલી પાસ લઈને ગરબા જોવા જશે તો GST ચૂકવવો નહી પડે.વડોદરા શહેરમાં નવરાત્રી ફેસ્ટિવલના (Vadodara Navratri Festival) આયોજક  મયંક પટેલે જણાવ્યું કે, અમારા ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારે ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવશે નહીં. કારણ કે આ એક માતાજીનો તહેવાર છે જેમાં અમે છોકરીઓ પાસેથી જીએસટીના પૈસા લઈ શકીએ નહીં.

વડોદરામાં યુનાઈટેડ વે સહિત ચાર મોટા ગરબા આયોજકો એ ગરબાના પાસ પર 18% જીએસટી લાગુ કરી દીધો છે. જે અંગે શહેરના યુવા ગરબા ખેલૈયાઓએ લાગુ થયેલા GST અંગે સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ હાલ બેરોજગાર યુવાનો છે જેઓ પાસે પૈસાનો કમાવવા માટે કોઈ વ્યવસાય કે રોજગાર નથી જેથી તેઓ આ મોઘા થયેલા પાસ કેવી રીતે ખરીદશે અને ગરબા રમશે.યુવા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ કોરોના ના કારણે તેઓ ગરબા રમી શક્યા નથી ત્યારે આ વર્ષે છૂટથી ગરબા રમી શકશે તેવો ઉત્સાહ હતો પરંતું હવે તે આશા પર પણ સરકારે પાણી ફેરવી દીધુ છે.
First published:

Tags: GST, Navratri, Navratri 2022, Vadodara