Home /News /madhya-gujarat /વડોદરા : વન્યજીવન સપ્તાહની ઉજવણી, કમાટીબાગના ઝૂમાં યોજાયો ખાસ કાર્યક્રમ - Video

વડોદરા : વન્યજીવન સપ્તાહની ઉજવણી, કમાટીબાગના ઝૂમાં યોજાયો ખાસ કાર્યક્રમ - Video

X
Vadodara

Vadodara News : શહેરના કમાટીબાગ ખાતે આજ રોજ વન્યજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં આજ રોજ શહેરના ઘણા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત વડોદરાના આજના સમાચાર

Vadodara News : શહેરના કમાટીબાગ ખાતે આજ રોજ વન્યજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં આજ રોજ શહેરના ઘણા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત વડોદરાના આજના સમાચાર

1. વન્યજીવન સપ્તાહની ઉજવણી નિમિતે કમાટીબાગ ખાતે કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આજ રોજ વન્યજીવન (Wild Life Week Celebration in Vadodara) સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં આજ રોજ શહેરના ઘણા બાળકો જોડાયા હતા. તદુપરાંત આ ઉજવણીમાં અંધજનો પણ સામેલ રહી વન્યજીવન વિશે જ્ઞાન મેળવ્યું હતું. ખૂબ જ ઉત્સાહભેર આજે શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાઈ વન્યજીવન વિશે જાણકારી મેળવી, કમાટીબાગના ઝુ માં ફરીને પશુ-પક્ષી વિશે જાણ્યું હતું.

2. ફાયર સેફ્ટીના સાધનો નહીં ધરાવતી ચાર શાળાઓના પાણી જોડાણો કપાયા 


પાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટીસ આપવા છતા ફાયરના સાધનો નહી વસાવીને એનઓસી નહી મેળવનારી શાળાઓ સામે ફાયર વિભાગે ફરી કાર્યવાહી શરૂ કરી છે.જેમાં આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ફાયર સેફટી નહિ ધરાવતી ચાર શાળાઓના પાણી જોડાણો કાપીને જાહેર નોટીસ ચોટાડવામાં આવી છે. અને શાળાની બિલ્ડીંગોને સીલ કરવામાં આવી હતી.


કોરોના મહામારી કાબુમાં આવ્યા બાદ હવે ફરી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઇને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે પાદરામાં એમ.કે. અમીન કોલેજ સહિત અનેક શાળાને ફાયર સેફટીના અભાવે સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા પાણી પુરવઠા વિભાગના સ્ટાફ સાથે શ્રી રંગ વિદ્યાલય , વાઘોડિયા રોડ , શ્રીમતી ચંપા શીખી સ્કુલ , વાઘોડિયા રોડ , રોઝવેલ હાઈસ્કૂલ પ્રભાત કોલોની વાઘોડિયા , અને રુદ્ર સ્કૂલ ઓફ સાયન્સ , માંજલપુરના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.અને જાહેર નોટીસ ચોટાડીને ત્વરીત ફાયર સેફટીના સાધનો વસાવવાની સુચના આપવામાં આવી હતી. ફાયરના કર્મીઓના કામગીરીને કારણે ફાયર સેફટીને લઇને બેદરકાર લોકોમાં ફફડાટ વ્યાયી જવા પામ્યો છે.


ઉલ્લેખનિય છે કે , ફાયર વિભાગ દ્વારા આ અગાઉ શાળાઓમાં ચેકીંગ કરી ફાયર સેફ્ટીના સાધનો નહી ધરાવતી શાળાઓને અગાઉ ત્રણ વાર નોટીસ આપી હતી. છતા સાધનો નહી વસાવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર સેફટીને લઇને તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ચાલું રહેશે.

3.  સયાજીપુરા રાત્રી બજારની દુકાનો હરાજીથી ફાળવવાના સાત થી આઠ વારના પ્રયાસ નિષ્ફળ


વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં બનાવેલ રાત્રી બજાર હજુ શરૂ થઈ શક્યું નથી. આ રાત્રી બજારમાં 35 દુકાનો છે. દરેક દુકાન ચોવીસ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી . ત્યારે ફરી એકવાર ભાડામાં ઘટાડો કરીને દુકાનો ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા માટે મીનીમમ અપસેટ વેલ્યુ 6 લાખ અને ડિપોઝિટની ૨કમ પણ રૂપિયા 6 લાખ નક્કી કરાઈ હતી , પરંતુ એક પણ અરજી આવી ન હતી . જેથી તેમાં ભાવ ઘટાડો કરીને મીનીમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ રૂા 3.11 લાખ કરીને ફરી ત્રણ વખત જાહેરાત આપી અરજીઓ મંગાવી હતી , પરંતુ કોઈ એ રસ દર્શાવ્યો નહતો  આમ , સાતથી આઠ વખત પ્રયાસ કરવા છતાં દુકાનો લેવા કોઈ આવ્યું ન હતુ .


ચાર વર્ષથી રાત્રી બજારની આ દુકાનો ખાલી પડી રહી છે . જેના કારણે કોર્પોરેશનને ભાડાની  આવક ગુમાવવી પડે છે , એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ વીજબિલ તથા સિકયુરિટી ગાર્ડનો ખર્ચ ભોગવવો પડે છે . રાત્રી બજારની તમામ દુકાનો બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ફરી ઘટાડો કરી જો એક દુકાન નું માસિક ભાડું રૂા . 12000 નક્કી કરવામાં આવે તો વાર્ષિક ભાડું 1.44 લાખ જેટલું થાય છે , પરંતુ રાત્રી બજારમાં આપવામાં આવેલી વિવિધ સગવડો જોતાં વાર્ષિક ભાડા માટે મીનીમમ અને ડિપોઝિટની રકમ દોઢ લાખ રાખવા વિચારણા કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
First published:

Tags: Wild Life, વડોદરા સમાચાર