વડોદરાઃ ક્લાસ ટુ અધિકારી પરસ્ત્રી સાથે ગેસ્ટ હાઉસમાં હતો ને પત્ની આવી ચડી અને....

News18 Gujarati
Updated: November 24, 2019, 10:59 AM IST

ગાંધીનગરના સચિવાલયમાં ફરજ બજાવતા ક્લાસ ટુ અધિકારીને જ પોતાના પતિને અન્ય મહિલા સાથે રંગરેલીયા મનાવતો ઝડપ્યો હતો. આ પત્નીએ પોતાના પતિને રંગેહાથે પકડવા માટે સરકારની જ અભિયમ ટીમનો સહારો લીધો હતો.

  • Share this:
વડોદરાઃ પતિ પત્ની અને વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. ક્યારેક પત્ની (wife) જ પોતાના પતિને (Husband) પરસ્ત્રી સાથે રંગેહાથે (redhanded) ઝડપતી હોય છે. તો ક્યારેક પતિ અન્ય રીતે પકડાતો હોય છે. જોકે, વડોદરામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ ગાંધીનગરના સચિવાલયમાં (Secretariat of Gandhinagar) ફરજ બજાવતા ક્લાસ ટુ અધિકારીને (class two) જ પોતાના પતિને અન્ય મહિલા સાથે રંગરેલીયા મનાવતો ઝડપ્યો હતો. આ પત્નીએ પોતાના પતિને રંગેહાથે પકડવા માટે સરકારની જ અભિયમ ટીમનો (Abhayam team) સહારો લીધો હતો. અન્ય સ્ત્રી સાથે અંગત પળો માણતા પતિએ અચાનક પત્નીને જોતા હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રની રાજનીતિના 12 કલાકઃ આવી રીતે બદલાયા સત્તા સમીકરણો અને BJPએ મારી બાજી

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ક્લાસ 2 અધિકારી મહિલા મિત્ર સાથે ઝડપાયો છે. પત્નીએ રેડ પાડી પતિને મહિલા મિત્ર સાથે ઝડપ્યો છે. વડોદરાનાં નર્મદા સરકારી ગેસ્ટ હાઉસમાં (Guest house) વ્યભિચારી અધિકારી રોકાયો હતો, જેની જાણકારી તેની પત્નીને મળી ગઇ હતી.

આ પણ વાંચોઃ-ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યું પુરુષો માટે ગર્ભનિરોધનક ઇન્જેક્શન

આ જાણકારી મળતા જ અધિકારીની પત્નીએ તેનો ભાંડો ફોડવાનો પ્લાન બનાવી દીધો અને અભયમની ટીમને બોલાવી લીધી હતી. બાદમાં તે અભયમની ટીમને સાથે લઇ વડોદરાનાં નર્મદા સરકારી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. જ્યાં અન્ય મહિલા સાથે પતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશઅન્ય મહિલા સાથે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી રહેલા અધિકારીએ પોતાની પત્નીને જોતા જ ચોંકી ગયો હતો. ગાંધીનગર સચિવાલયમાં આદિત્ય દેસાઇ સેક્સન અધિકારી છે. જે સુરતથી આવેલી પોતાની મિત્ર સાથે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. પરંતુ પત્નીએ પોતાના પરિવારજનો અને અભયમની ટીમ સાથે ત્રાટકી તેના રંગમાં ભંગ પાડ્યો હતો. બાદમાં ગેસ્ટ હાઉસમાં ખુબ જ હંગામો થયો હતો અને પત્નીએ બેવફા પતિ વિરૂદ્ધ ગોત્રી પોલીસ (police) મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर