Home /News /madhya-gujarat /વડોદરાઃ 'દારુના નશામાં પતિ અકુદરતી સંબંધો બાંધવા કરતો મજબૂર, ન સંતોષાય તો મારતો'
વડોદરાઃ 'દારુના નશામાં પતિ અકુદરતી સંબંધો બાંધવા કરતો મજબૂર, ન સંતોષાય તો મારતો'
પરિણીતાની પ્રતિકાત્મક તસવીર
vadodra crime news: પરિણીતાએ (woman complaint)ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પતિ દારૂ પીને (drunk husband) અકુદરતી સંબંધો બાંધવાની (Unnatural relationships) માંગણીઓ કરતો હતો. જો માંગણીઓ સંતોષાય નહીં તો (husband beats wife in vadodara) માર મારતો હતો.
વડોદરાઃ અત્યારના સમયમાં પરિણીતાઓ (married woman harassment) ઉપર કોઈના કોઈ પ્રકારે અત્યાચાર થવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ક્યારેક દહેજ માટે તો ક્યારેક ચારિત્ર્ય ઉપર શંકા રાખીને સાસરીયાઓ (domestic violence) દ્વારા પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે ત્યારે એક આવો જ શરમજનક કિસ્સો વડોદાર શહેરમાં (wife harassment in vadodara) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાની ફરિયાદ પતિ દારૂ પીને અણછાજતી માગણીઓ કરીને માર મારે છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પતિ દારૂ પીને અકુદરતી સંબંધો બાંધવાની માંગણીઓ કરતો હતો. જો આવી માગણીઓ સંતોષી ન શકુ તો મને અપશબ્દો બોલીને માર મારતો હતો.
શરમજનક ઘટના અંગે વાત કરીએ તો વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પિયરમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાના વર્ષ-2012માં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા પતિ ભગવાન ચવ્હાણ સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં ગઇ હતી.
લગ્નજીવન દરમિયાન પરિણીતાએ બે પુત્રને જન્મ આપ્યો હતો. જે પૈકી એક પુત્રનું વર્ષ-2016માં બીમારીના કારણે મૃત્યુ થયું હતું. સાસરીયા શરૂઆતમાં પરિણીતાને સારી રીતે રાખતા હતા. ત્યારબાદ પતિ અને સાસુએ પોત પ્રકાશ્યું હતું અને દહેજ પેટે વિવિધ માગણીઓ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા લેપટોપ માટે 40 હજાર રૂપિયા માગતા પરણીતાએ તે આપ્યા હતા. ત્યારબાદ મકાન ખરીદવાની માગણી કરી હતી.
ત્યારે પરિણીતાએ પિતાને જણાવ્યું હતું કે, જો તમે 2.50 લાખ રૂપિયા નહીં મોકલવો તો મારો પતિ મને પરત ઘરે મોકલી દેશે. દીકરીનો ઘરસંસારના બગડે તે માટે પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, જોકે, પતિે મકાનનું ડાઉન પેમેન્ટ ભર્યું નહોતુ અને 1 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં વાપરી નાખ્યા હતા. જેથી પત્નીએ પતિને પૈસા વપરાઇ જશે તો મકાન માટે ડાઉન પેમેન્ટ કઇ રીતે કરીશું.
તેમ કહેતા પતિએ ઉશ્કેરાઈને પૈસા તેના પિતાને આપી દેવાનું જણાવ્યું હતું. જેથી બચેલા દોઢ લાખ રૂપિયા પિતાને પરત આપ્યા હતા. જોકે એક લાખ રૂપિયા પતિએ પરત આપ્યા નહોતા. વર્ષ-2018માં પરિણીતાના મોટા પુત્રનું અવસાન થતા પતિ પતિ તે બાબતે મહેણાં ટોણા મારી પરિણીતાના માતા-પિતા અને ભાઇ-બહેનને મૃત્યુ માટે જવાબદાર ગણાવી ખોટા આક્ષેપ કરી બીજા છોકરાને પણ તું મારી નાખીશ તેમ જણાવી પરિણીતાને પિયરમાં નહીં જવા દઈને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.
પતિ છેલ્લા 4 વર્ષથી એકલો પુનામાં રહેતો હતો અને પરિણીતાને સાથે રાખતો ન હતો. વર્ષ-2015માં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની સાથે પણ ઝગડો થયો હતો. પતિ દારૂ અને સિગરેટનું વ્યસન ઘરાવતો હોવાથી પરિણીતા પાસે વિવિધ બિભત્સ માગણી કરતો હતો. જ્યારે પરિણીતા તે માગણી પુરી ના કરી શકે તો પતિ માર મારતો હતો. આટલું જ નહીં દારૂ અને સિગરેટનું વ્યસન કરવા સમયે પતિ પુત્રને પણ સાથે બેસાડતો હતો.
આખરે ગત 20 ઓક્ટોબરના રોજ પતિએ પરિણીતાને તું તારા પિયરમાં જાય છે અને પાછું આવવું હોય તો તારા પિતા પાસેથી રૂ. 3 લાખ રોકડા લઈને આવજે નહીં તો અહીં પાછી આવતી નહીં તેમ જણાવી પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.