Home /News /madhya-gujarat /Vadodara: મા દુર્ગાને અષ્ઠમીના દિવસે કેમ ચઢાવવામાં આવે છે 108 કમળ? શું છે માન્યતા

Vadodara: મા દુર્ગાને અષ્ઠમીના દિવસે કેમ ચઢાવવામાં આવે છે 108 કમળ? શું છે માન્યતા

બંગાળી

બંગાળી સમાજનો મહત્વનો દિવસ એટલે દુર્ગા પૂજા.

વડોદરામાં અષ્ઠમીના દિવસે બંગાળી સમાજના લોકો દ્વારા મા દુર્ગાની ખાસ પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી.અષ્ઠમીના દિવસને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.

    Vadodara: દેશમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતમાં રહેતા વિવિધ સમાજના લોકો તેમના રીતી રીવાઝ મુજબ મા અંબાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી મા ના આશિર્વાદ મેળવી રહ્યા છે.ત્યારે વડોદરામાં અષ્ઠમીના દિવસે બંગાળી સમાજના લોકો દ્વારા મા દુર્ગાની ખાસ પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી.અષ્ઠમીના દિવસને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.આ દિવસે મા અંબાના આઠમાં સ્વરૂપને પૂજવામાં આવે છે.તમામ માઈ ભક્તોમાતાજીને પ્રસન્ન કરવા માટે એમની પસંદની વસ્તુઓ ચઢાવે છે.

    અષ્ઠમીના દિવસે વડોદરામાં દુર્ગા પૂજાને લઈ મોટા પંડાલો બાંધવામાં આવે છે.જ્યા બંગાળી સમાજના લોકો મા દુર્ગાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.અષ્ઠમીના દિવસે મા દુર્ગાને ભક્તો 108 કમળ ચઢાવે છે.એવી માન્યતા છે કે મા દુર્ગાને 108 કમળ ચઢાવવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.આ વર્ષે વડોદરાની દુર્ગા પૂજામાં બંગાળથી ખાસ પંડિત બોલાવાયા હતા.તેઓ દ્વારા માતાજીની પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હતી.ભક્તોએ માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन
    विज्ञापन