Home /News /madhya-gujarat /

વિશ્વામિત્રી નદીમાં વધી રહેલી ગંદકી પાછળ કોણ જવાબદાર? કોર્પોરેશનને નોટિસ મળી પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ

વિશ્વામિત્રી નદીમાં વધી રહેલી ગંદકી પાછળ કોણ જવાબદાર? કોર્પોરેશનને નોટિસ મળી પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ

ડ્રેનેજનું

ડ્રેનેજનું દૂષિત પાણી છોડાતા કોર્પોરેશનને મળી નોટિસ... 

થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને તેમાં રહેતા જળચર પ્રાણીઓનો બચાવ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ પર્યાવરણવિદોએ આ અંગે કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી. તો શું જી.પી.સી.બી. ફક્ત નામ પૂરતી જ નોટિસ તો નથી ફટકારતું ને ???

વધુ જુઓ ...
    વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા ડ્રેનેજનું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમા (Suez Treatment plant) ટ્રીટ કર્યા વિના દુષિત પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Gujarat Pollution Control Board) દ્વારા અવાર-નવાર નોટિસો આપ્યા પછી પણ કોર્પોરેશન દ્વારા દુષિત પાણી છોડવાનું બંધ કરવામાં ન આવતા જી.પી.સી.બી.એ આખરી નોટિસ કોર્પોરેશનને ફટકારી છે. જેમાં અધિકારીને જેલમાં જવું પડશે, તેમ જણાવ્યું છે. પરંતુ શું આ નોટિસ ને ખરેખર ગણકારવામાં આવી રહી છે ખરી ???

    વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને છેલ્લા કેટલાક વર્ષોથી ગટર બનાવી દેવામાં આવી છે. તેમાં કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનું દુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ અંગે થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને તેમાં રહેતા જળચર પ્રાણીઓનો બચાવ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ પર્યાવરણવિદોએ આ અંગે કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી. તો શું જી.પી.સી.બી. ફક્ત નામ પૂરતી જ નોટિસ તો નથી ફટકારતું ને ???

    આ પણ વાંચો: 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ડૂબી રહેલા આધેડનો બચાવ્યો જીવ

    પર્યાવરણવિદો તથા સામાજિક કાર્યકર્તા દ્વારા વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બંધ હાલતમાં પડયા હોવાની વિગતો બહાર આવી હતી. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ અવારનવાર નોટિસો આપી હતી. તાજેતરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફરી એકવાર કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે. અને વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો અધિકારીને કાયદાકીય જોગવાઈ મુજબ જેલની પણ સજા થઈ શકે છે તેવી ચિમકી આપતી નોટિસ આપવામાં આવી છે. આવનારા સમયમાં શું આ બાબતે ખરેખર પગલાં લેવાશે ખરા ???
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર