Home /News /madhya-gujarat /Gold-Silver rate in Vadodara Today : સોના, ચાંદીની ખરીદી આજે કરવી યોગ્ય છે? આ રહ્યાં ભાવ

Gold-Silver rate in Vadodara Today : સોના, ચાંદીની ખરીદી આજે કરવી યોગ્ય છે? આ રહ્યાં ભાવ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

ગુરુવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 58,030 અને 3% જી.એસ.ટી સાથે 59,770 રૂપિયાની સપાટીએ પહોંચેલો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,160 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 46,100 રૂપિયા છે

Nidhi Dave, Vadodara: હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ ગુરુવારે 24 કેરેટ સોનાની લગડી ભાવ 58,030 અને 3% જી.એસ.ટી સાથે 59,770 રૂપિયાની સપાટીએ પહોંચેલો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,160 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 46,100 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 68,136 અને સાથે 3% જી.એસ.ટી. લાગતા 70,180 રૂપિયા છે. જ્યારે ચાંદીની લગડીનો ભાવ 68, 622ની સાથે 3% જી.એસ.ટી. લાગતા 70,680 રૂપિયા પહોંચ્યો છે.

ગઈકાલ બુધવારના રોજ 24 કેરેટ સોનાની લગડી ભાવ 57,913 અને 3% જી.એસ.ટી સાથે 59,650 રૂપિયાની સપાટીએ હતા. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,150 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 46,100 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો ભાવ 67,088 અને સાથે 3% જી.એસ.ટી. લાગતા 69,100 રૂપિયા હતી. અને ચાંદીની લગડીનો ભાવ 67,537ની સાથે 3% જી.એસ.ટી. લાગતા 69,600 રૂપિયા પહોંચ્યો હતો. એટલે કહી શકાય છે કે, ગઈકાલ કરતાં આજે સોના અને ચાંદીના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો છે.

સોનાના ભાવ રાતોરાત વધવા - ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેરમાર્કેટની ઉથલ - પાથલ , સટ્ટાખોરી , ફુગાવો - મંદી સહિત વૈશ્વિકસ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ ગિરીશ ગણદેવી કરે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સો સામાન્ય દિવસોમાં સરેરાશ રૂ. 40 થી 50 કરોડનું સોનું વેચે છે.

હાલમાં લગ્નસરાની પૂરબહાર ખિલેલી મોસમમાં સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવા છતા ખરીદીને ઝાઝી અસર વર્તાઇ નથી. જેના અંતર્ગત કારણોમાં લગ્નો શુભપ્રસંગો માટે સોનું ખરીદવાનું જે તે પરિવારોનું ચોક્કસ બજેટ હોય છે. એવા પરિવારો સોનાનો ભાવ વધતા 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદતા હોવાનો ટ્રેન્ડ જારી રહ્યો હોવાનું જણાવ્યું છે.
First published:

Tags: Gold and silver, Local 18, Vadodara

विज्ञापन