Home /News /madhya-gujarat /

જાણો શું છે બોન્સાઈ, 350થી વધુ બોન્સાઈના પ્લાન્ટ્સ જોવા મળ્યા

જાણો શું છે બોન્સાઈ, 350થી વધુ બોન્સાઈના પ્લાન્ટ્સ જોવા મળ્યા

બોન્સાઈ

બોન્સાઈ એવી જીવંત કલા છે, જેમાં સમય આપવો પડે છે. 

કોરોનાકાળમાં બે વર્ષના અંતરાલ બાદ શહેરના બનિયન બોન્સાઈ ક્લબ વડોદરા દ્વારા પારસી અગિયારી મેદાન ખાતે ભવ્ય બોન્સાઈ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 90 બોન્સાઈ આર્ટિસ્ટ વિવિધ ટ્રી અને પ્લાન્ટ્સની ડિઝાઈન થકી પોતાની સર્જનાત્મકતા પ્રસ્તુત કરી છે. 

વધુ જુઓ ...
  નિધિ દવે, વડોદરા: કોરોનાકાળમાં બે વર્ષના અંતરાલ બાદ શહેરના બનિયન બોન્સાઈ ક્લબ વડોદરા (Banayan Bonsai Club Vadodara) દ્વારા પારસી અગિયારી મેદાન ખાતે ભવ્ય બોન્સાઈ એક્ઝિબિશનનું (Bonsai Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 90 બોન્સાઈ આર્ટિસ્ટ વિવિધ ટ્રી અને પ્લાન્ટ્સની ડિઝાઈન થકી પોતાની સર્જનાત્મકતા પ્રસ્તુત કરી છે. આ પ્રદર્શનમાં શહેરીજનોને 350 થી વધુ બોન્સાઈ પ્લાન્ટ્સની વેરાયટી (Variety of Bonsai Plants) જોવા મળી. જેનું ઉદ્દઘાટન મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.

  સંસ્થાના ફાઉન્ડર ચંદા પિયુષ અગ્રવાલે કહ્યું હતું કે, અમે દર વર્ષે વિવિધ થીમ અનુરુપ પ્લાન્ટ્સ ડેકોરેશન અને બોન્સાઈ ટ્રી પ્રદર્શિત કરીએ છે. અમારા ક્લબમાં 200 લોકો જોડાયેલા છે. પરંતુ કોરોનાકાળમાં ઘણાં લોકોએ બોન્સાઈ આર્ટ કરવાનું છોડી દીધું છે. જો કે, આ વર્ષે 90 બોન્સાઈ આર્ટિસ્ટે આ પ્રદર્શનીમાં ભાગ લીધો છે. જેમાં 14 વર્ષના વિદ્યાર્થીથી માંડીને 75 વર્ષના વૃદ્ધ આર્ટિસ્ટે વેસ્ટ પોટ્સ અને અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી બોન્સાઈ આર્ટ દ્વારા પોતાની સર્જનાત્મકતા પ્રસ્તુત કરી છે.

  વધુમાં તેમણે કહ્યું હતું કે, બોન્સાઈ એવી જીવંત કલા છે, જેમાં સમય આપવો પડે છે. બોન્સાઈ પ્લાન્ટ્સને વાતાવરણના અનુરુપ તડકો- છાંયડો, પાણી અને ખાતર આપવું પડે છે. કોરોના પહેલાં અમારા પ્રદર્શનમાં 1000 થી વધુ પ્લાન્ટ્સ અને બોન્સાઈ ટ્રી એક્ઝિબિટ કરાતા હતા. પરંતુ કોવિડ બાદ અમે પણ થોડાં સિલેક્ટીવ બન્યાં છે. આ વર્ષે શહેરીજનોને કંઈક નવું જોવા મળે તેવો પ્રયત્ન કર્યો છે.

  આ પણ વાંચો: કેન્દ્ર સરકાર LIC IPOને મે સુધી સ્થગિત કરી શકે છે, બજારમાં સ્થિરતાની રાહ જોશે

  દર વર્ષે આ એક્ઝિબિશનનું આયોજન નવેમ્બર મહિનામાં કરતા હોવાથી તે ઋતુ અનુરુપ પ્લાન્ટ્સ મૂકતા હતા. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં પ્રદર્શન યોજ્યું છે. જેથી પ્રકૃતિપ્રેમીઓને વસંત ઋતુ પછી તાજા ખીલેલા પાંદડા અને કુંપણો વાળા ઝાડ અને છોડ જોવા મળ્યા. જે આ વર્ષે સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યા છે. તે સિવાય બોગનવેલ, ફાયસ, ચાઈનીઝ ઓરેન્જ, અંજીર, વાઈલ્ડ લેમન, ચીકુ, શેતુર વગેરે ફળો અને ફુલોની વિવિધ પ્રજાતિઓ જોવા મળી. આ વર્ષે પીપળો, વડ, બોરસલ્લી જેવાં સ્થાનિક ઝાડ ડિઝાઈન કર્યા છે. તે સિવાય થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, તાઈવાન, સાઉથ અમેરિકા સહિતના દેશોના પ્લાન્ટ્સ પણ જોવા મળ્યા.

  આ પણ વાંચો: સુરતઃ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર, કોર્પોરેટરની ઘર વાપસી

  ચંદા બેન અગ્રવાલે કહ્યું હતું કે, આ વર્ષે પ્રદર્શનીમાં અમે વિવિધ ટ્રી સ્ટાઈલ મામે, રાફટ, પેન્ટિંગ, વિપીંગ, કેસકેડ કે જે પહાડી વિસ્તારમાં જોવા મળે છે, લિટરાટી, ફોરેસ્ટ, બ્રુમ, રુટ ઓવર રૉક, કુસોમોનો સ્ટાઈલમાં ઈન્ડોર, સેમી ઈન્ડોર અને લાઈટ શેડ્સ વાળા પ્લાન્ટ્સ હોય છે. જેને શેલો પોટ્સમાં બનાવા છે. તે સિવાય ક્લમ્પ, ડ્રિફટ વુડ સહિત ઝાડની સ્ટાઈલ જોવા મળી. દેશ - વિદેશનો પ્રવાસ ખેડી બોન્સાઈ કળા શીખી. મેં 1983 માં બોન્સાઈ આર્ટ શરુ કરી હતી. તે સમયે વડોદરામાં બોન્સાઈ આર્ટ વિશે લોકો અજાણ હતા.

  આ પણ વાંચો: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું નિધન, ચેન્નાઇમાં ચાલતી હતી કોરોનાની સારવાર

  મારા બાળકો મોટા થયા પછી મેં દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ તેમજ વિદેશોમાં બોન્સાઈ એક્ઝિબિશનમાં જવાનું શરુ કર્યું. જ્યાં મને જાણવા મળ્યું કે, બોન્સાઈની દુનિયા ખૂબ જ વિશાળ છે. 2005 થી સ્થાનિક બોન્સાઈ આર્ટિસ્ટોને તેમની કલા ખીલવવા યોગ્ય મંચ મળી રહે તે માટે એક્ઝિબિશન યોજવાની શરુઆત કરી હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन