Home /News /madhya-gujarat /તેજસ ટ્રેનનાં ખાનગીકરણ સામે વડોદરામાં રેલવે કર્મીઓનું વિરોધ પ્રદર્શન

તેજસ ટ્રેનનાં ખાનગીકરણ સામે વડોદરામાં રેલવે કર્મીઓનું વિરોધ પ્રદર્શન

'રેલવે મિનિસ્ટર હોશમે આવો', 'ભારત સરકાર હોશમેં આવો'ના નારા સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

'રેલવે મિનિસ્ટર હોશમે આવો', 'ભારત સરકાર હોશમેં આવો'ના નારા સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

ફરીદખાન પઠાણ, વડોદરા : વેસ્ટર્ન રેલવે  (Western Railway) દ્વારા મુંબઇ-અમદાવાદ-મુંબઇની નવી શરૂ થયેલી તેજસ ટ્રેનનું (Tejas express Train) સંચાલન ખાનગી કંપનીને સોંપાયું છે. આ ખાનગીકરણ સામે વેસ્ટર્ન રેલવેનાં કર્મચારી યુનિયન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પર વિરોધ પ્રદર્શન કરાયું હતું. 'રેલવે મિનિસ્ટર હોશમે આવો', 'ભારત સરકાર હોશમેં આવો'ના નારા સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે આજે આખા દેશભરમાં રેલવે સ્ટેશન પર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે કર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કર્મચારીઓની માંગ છે કે તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ખાનગીકરણ ન થવું જોઇએ. મહત્વનું છે કે ગઇકાલે ગાઝીયાબાદમાં આવા જ એક વિરોધમાં તેજસ એક્સપ્રેસને રોકવામાં આવી હતી.

આ પણ જુઓ : VIDEO: વડોદરામાં એરફોર્સનું દિલધડક શક્તિપ્રદર્શન  

તેજસ એક્પ્રેસે દેશની પહેલી ખાનગી ધોરણે ચાલતી રેલવે હશે. 100 દિવસનાં એજન્ડાને આગળ વધારતા શરૂઆતના ધોરણે બે ટ્રેનને ખાનગી ધોરણે ચલાવવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રે તમામ વિરોધ વચ્ચે રેલવેનું ખાનગીકરણ કરવા માટે પગલું ભર્યું છે. રેલવે બોર્ડે દિલ્હી-લખનઉ વચ્ચે અને આ સિવાય 500 કિમી લાંબા માર્ગ પર શરૂઆત કરવા માટે પ્રયત્નો કરી રહી છે કે જ્યાં ખાનગી ધોરણે ટ્રેન ચલાવી શકાય.

મુસાફરોને શું ફાયદો થશે?

આ પ્રાઇવેટ ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ હશે. આ સાથે પ્રાઇવેટ ટ્રેન મોડી થશે તો તેની ભરપાઇ પેટે મુસાફરોને રૂપિયા ચૂકવવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરોનો સામાન ચોરાય કે ખોવાઇ જશે તો એક લાખ રૂપિયા સુધીનું વળતર પણ ચૂકવવામાં આવશે. તથા દરેક મુસાફરનો 25 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટિકિટની સાથે જ ઊતારી લેવામાં આવશે

મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશનાં લખનૌથી દિલ્હી વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસને 4થી ઓક્ટોબરે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો છે. તેજસ એક્સપ્રેસ એ પ્રાઇવેટ ટ્રેન છે અને તેનું સંચાલન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. IRCTCએ રેલવેની સહાયક કંપની છે. ટ્રેનનાં મુસાફરોને પ્લેનમાં મુસાફરી કરતાં હોય તેવા પ્રકારની સુવિધાઓ અપાઇ છે. જેમાં દરેક મુસાફરોને સીટ પર પર્સનલ એલસીડી સ્ક્રીન અપાઇ છે. જેના પર તેઓ પોતાની પસંદગીનું મૂવી જોઇ શકશે. આ ઉપરાંત ટ્રેનમાં ઓનબોર્ડ વાઇફાઇ સેવા પૂરી પાડવામાં આવશે. દરેક સીટ પાસે મોબાઇલ ચાર્જિંગની સુવિધા ઉપરાંત પર્સનલ રીડિંગ લાઇટ્સ આરામદાયક સીટ સાથે લગાવવામાં આવી છે. ટ્રેનમાં મોડયુલર બાયો ટોઇલેટ અને સેન્સર ટેપ ફિટિંગની સુવિધાઓ પણ સામેલ કરાઇ છે.
First published: