Home /News /madhya-gujarat /

Vadodara Weather: વાદળોએ તાપથી બચાવ્યા, ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો

Vadodara Weather: વાદળોએ તાપથી બચાવ્યા, ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો

વાતાવરણમાં પલટો

Vadodara News: પવનોની દિશા (direction of the winds) બદલાતાં ઉનાળામાં વાદળછાયું વાતાવરણ સર્જાવાને પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો. હિટ વેવ પછી (heatwave) સતત ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રી નીચે પહોંચ્યું છે.

    વડોદરા: પવનોની દિશા (Wind Direction) બદલાતાં ઉનાળામાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) સર્જાવાને પગલે તાપમાનમાં (Temperature) ઘટાડો નોંધાયો. હિટ વેવ (Heat Wave) પછી સતત ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રી નીચે પહોંચ્યું છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે. મહત્તમ તાપમાનનો પારો સતત બીજા દિવસે 38.4 ડિગ્રી નોંધાયો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો 23 ડિગ્રી નોંધાયો હતો.

    છેલ્લા એક વર્ષમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળ્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં વરસાદની સિઝન પૂરી થયા પછી ફેબ્રુઆરી સુધીમાં 5 થી 6 વાર વરસાદ પડયો હોય તેવી ઘટના ઘટી છે. સોમવારે શહેરમાં 38.6 ડિગ્રી ગરમી નોંધાયા પછી ગઈકાલ મંગળવારે નહિવત્ ઘટાડા સાથે 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા 23 ડિગ્રી રહ્યું હતુ. હવામાં ભેજનુ પ્રમાણ સવારે 47 ટકા હતુ તે ઘટીને 35 ટકા અને સાંજે 15 ટકાથી વધીને 16 ટકા થયુ હતુ. ઉત્તર- પશ્ચિમ દિશામાંથી 11 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાતા બાફ વધી હતી.

    આકાશમાં વાદળોની ફોજ વચ્ચે ગરમીમાં તો રાહત થઇ હતી, પરંતુ ઉકળાટને યથાવત જોવા મળ્યો છે. ખાસ કરીને બપોરના સમયે બાફથી લોકો પરેશાન જોવા મળ્યા છે. વધતા જતાં તાપમાન વચ્ચે મોસમે મિજાજ બદલતા ઉનાળાની તીવ્રતા પર બ્રેક લાગી છે. જોકે હજુ બે ચાર દિવસ શહેરમાં વાદળો છવાયેલા રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે.

    આ પણ વાંચોઃ-ACB trap: હમ નહીં સુધરેંગે, LRDની લેખિત પરિક્ષા પાસ કરાવવા 2 લાખની માંગણી, 15,000 લેતા ACBએ ઝડપ્યા

    જેમાં આજરોજ બુધવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 17 ટકા અને હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહી છે. તદુપરાંત આવતીકાલ ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 23 ટકા તથા હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Vadodara, Weather news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन