Home /News /madhya-gujarat /

વડોદરા: વઢવાણા તળાવનો Ramsar સાઇટમાં સમાવેશ, શિયાળામાં જોવા મળશે 250 જાતના પક્ષી

વડોદરા: વઢવાણા તળાવનો Ramsar સાઇટમાં સમાવેશ, શિયાળામાં જોવા મળશે 250 જાતના પક્ષી

વઢવાણા

વઢવાણા તળાવ (Wadhwana Lake) ડભોઈથી 250 કિલોમીટર દૂર આવેલું છે.

Wadhwana Lake : વઢવાણા તળાવ વડોદરાથી 40 કિલોમીટરના અંતરે ડભોઈ ખાતે શિવરાજપુરમાં આવેલ છે. વઢવાણા તળાવ એ પક્ષીઓ માટે જાણીતું સ્થળ છે. જ્યાં લોકો દૂર દૂરથી આવે છે, જુઓ વીડિયો

    વઢવાણા તળાવ વડોદરાથી (Wadhwana Lake Dahoi Vadodara)  40 કિલોમીટરના અંતરે ડભોઈ ખાતે શિવરાજપુરમાં આવેલ છે. વઢવાણા તળાવ એ પક્ષીઓ માટે જાણીતું સ્થળ છે. જ્યાં લોકો દૂર દૂરથી પક્ષીઓને જોવા માટે આવતા હોય છે. વઢવાણા તળાવની (Video of Wadhwana Lake)  ઉલકત લેવી હોય તો એનો શ્રેષ્ઠ સમયગાળો નવેમ્બર - ડિસેમ્બર મહિનાઓ છે. શિયાળાની ઋતુમાં (Migratory Birds in Wadhwana Lake) ખાસ ભિન્ન ભિન્ન પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે. અહીંયા 200 થી અઢીસો જેટલા પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે. અને આખા વર્ષ દરમિયાન તો 75 હજારથી પણ વધુ પક્ષીઓ આવતા હોય છે. હવે વઢવાણા તળાવનો રામસર સાઇટમાં સમાવેશ થતા અહીંયા પક્ષીવિદોનો પ્રવાસ વધશે.

    ખાસ વાત તો એ છે કે, 2જી ઓક્ટોબર થી 8મી ઓક્ટોબરને વન્યજીવન સપ્તાહ તરીકે ઉજવવમાં આવે છે. જેની શરૂઆત વઢવાણા તળાવથી કરવામાં આવી હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વન્યજીવન સપ્તાહમાં ભાગ લીધો હતો. વઢવાણા તળાવ એક ખુબ સુંદર અને જોવાલાય સ્થળ છે. જેની એક વાર તો અચૂક મુલાકત લેવી જ જોઈએ.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन