Vadodra News: તબીબી શિક્ષણના અધિક નિયામક (Additional Director of Medical Education) કોવીડના સંદર્ભમાં વડોદરા શહેર અને જિલ્લાના (Vadodara) લાયઝન અધિકારી ડો. રાઘવેન્દ્ર દીક્ષિતે (Dr. Raghavendra Dixit) આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોવીડ કેસોનું (Covid Cases) પ્રમાણ, ટેસ્ટિંગ સહિત પ્રવર્તમાન સ્થિતિ, સારવાર માટેની સજ્જતા અને ઉપલબ્ધ સાધન સુવિધાઓનું વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી. કારણ કે હાલની પરિસ્થિતિ ખૂબ જ કઠિન બની રહી છે. કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટેની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
તેમણે શહેર અને જિલ્લાના આરોગ્ય અમલદારો, સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, કોવીડ ફરજો માટેના નોડલ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સયાજી અને ગોત્રી હોસ્પિટલો (Sayaji and Gotri Hospital) ખાતે તેમણે સંક્રમિત વ્યક્તિઓ માટે ઉપલબ્ધ બેડ, જરૂર પ્રમાણે વધારો કરવાની ક્ષમતા, આઈસોલેશન વોર્ડ (Isolation Ward) અને તેમાં વ્યવસ્થાઓ, ઓક્સિજનની માંગ અને પુરવઠાની વ્યવસ્થા, ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટસ (Oxygen Plants) ઇત્યાદિનું નિરીક્ષણ કર્યું હતું અને કોવીડ મેનેજમેન્ટ સમિતિના સદસ્યો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે અકોટા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સયાજી નગર ગૃહ ખાતે રસીકરણની કામગીરી નિહાળી રસી લેવા આવેલા વડીલો સાથે સંવાદ કર્યો હતો.
શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ધન્વંતરિ રથો દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રસીકરણ (Vaccination), સંજીવની ટીમો દ્વારા હોમ કેર હેઠળના દર્દીઓની સાર સંભાળ સહિતની બાબતોની વિગતવાર જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવત અને વમપાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતાં. વડોદરા શહેર અને જિલ્લામાં કોવીડની પરિસ્થિતિ (Covid Situation) અને સારવાર સુવિધાઓ અને સુસજ્જતાની સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.