Home /News /madhya-gujarat /

VIDEO: વડોદરાની સયાજીરાવ હૉસ્પિટલમાં ડૉક્ટરો અને કોરોના દર્દીઓની દિવાળી જોઈ દિલ ખુશ થઈ જશે

VIDEO: વડોદરાની સયાજીરાવ હૉસ્પિટલમાં ડૉક્ટરો અને કોરોના દર્દીઓની દિવાળી જોઈ દિલ ખુશ થઈ જશે

Diwali, Vadodara, Sayajirao Hospital, Viral Video, Diwali Celebration, COVID-19, Coronavirus, Diwali 2020,

સયાજીરાવ હૉસ્પિટલમાં ઉપસ્થિત કોરોના દર્દીઓએ ડૉક્ટરોની સાથે મળી દિવાળી ઉજવી, વીડિયો થયો વાયરલ

    વડોદરાઃ દુનિયાભરમાં શનિવારે ધૂમધામથી દિવાળી (Diwali 2020)ની ઉજવણી કરવામાં આવી. જોકે આ વખતે કોવિડ-19 મહામારી (Covid-19)ના કારણે દિવાળીના રંગ થોડા ફીકા રહ્યા. કોરોના વાયરસ સંક્રમણના કારણે બજારોથી રોનક ગાયબ રહી તો અનેક એવા પણ લોકો હતા, જે પોતપોતાના ઘરોથી દૂર કોવિડ-19 સેન્ટરમાં હતા. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણનો સામનો કરી રહેલા આ તમામ લોકોએ તેમ છતાંય દિવાળી ફીકી ન રહેવા દીધી. આ નજારો હતો વડોદરા (Vadodara)ની સયાજીરાવ હૉસ્પિટલ (Sayajirao Hospital)નો. હૉસ્પિટલમાં ઉપસ્થિત કોરોના દર્દીઓએ ડૉક્ટરોની સાથે મળી દિવાળી ઉજવી.

    સમગ્ર હૉસ્પિટલનો નજારો શનિવારે બદલાઈ ગયો હતો. વૃદ્ધ દર્દીઓએ દિવાળી પર દીવા પ્રગટાવ્યા. તેની સાથે જ તમામ દર્દીઓએ મળીને દિવાળી પર ગીત પર ડાન્સ કર્યો અને એક બીજાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી. આ દરમિયાન હૉસ્પિટલના કર્મચારીઓએ પણ દર્દીઓને ઘરેથી દૂર હોવાનો અહેસાસ ન કરવા દીધો. દર્દીઓના આ સેલિબ્રેશનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો, 1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય, જાણે કેવી રીતે મળશે ફાસ્ટેગ

    બીજી તરફ, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1124 નવા કેસ નોંધાયા છે. જેની સામે 995 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3797 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,87,240 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,512 છે. આજે રાજ્યમાં કુલ 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.29 ટકા છે.

    રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 185, અમદાવાદમાં 215, વડોદરામાં 135, રાજકોટમાં 144, બનાસકાંઠામાં 60, મહેસાણામાં 55, ગાંધીનગરમાં 50 સહિત કુલ 1124 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે પોતાના પસંદગીના કૂતરાની ‘સોનાની મૂર્તિ’ રસ્તા વચ્ચે સ્થાપી

    નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના (Coronavirus)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 2 જ્યારે અમરેલી, ગાંધીનગર, સુરત અને બનાસકાંઠામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 200, અમદાવાદમાં 195, વડોદરામાં 174, રાજકોટમાં 93, ગાંધીનગરમાં 27 સહિત કુલ 995 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Diwali, Diwali celebration, વડોદરા, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन