વડોદરા : VMCના ઇજનેરની દાદાગીરી, RSPના પ્રદેશ પ્રમુખને ઢોર માર માર્યો, Videoમાં મારામારી કેદ

વડોદરા : VMCના ઇજનેરની દાદાગીરી, RSPના પ્રદેશ પ્રમુખને ઢોર માર માર્યો, Videoમાં મારામારી કેદ
એન્જિયરે લાંચ માંગતા મામલો ઉશ્કેરાયો હોવાનો નેતાજીનો આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાના સરકારી બાબુની દાદાગીરીના વરવા દૃશ્યો વીડિયોમાં કેદ થયા, ફાઇલ પાસ કરાવવાના મામલે થઈ માથાકુટ

  • Share this:
    અંકિત ઘોનસીકર, વડોદરા : 'સંસ્કારી નગરી'નું બિરૂદ પામેલી વડોદરા (Vadodara) નગરીના મહાનગર સેવાસદનની (VMC) વડી કચેરીમાં આજે વરવા દૃશ્યો સામે આવ્યા છે. અહીંયા ફાઇલ પાસ કરાવવાના મામલે થયેલી તકરારમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના (RSP) કાર્યકારી પ્રદેશ પ્રમુખને ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે (VMC Engineer Beaten) ઢોર માર માર્યો છે. જાહેરમાં લોકોની હાજરીમાં રાઠોડ નામના આ ઇજનેરની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. જોકે, તકરારનું સાચું કારણ તપાસના અંતે સામે આવી શકે છે પરંતુ આરએસપીના પ્રદેશ પ્રમુખ નલિન મહેતાએ લાંચ માંગી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મારામારીનો (VMC Engineer Beaten RSP President Video) વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    બનાવની વિગતો એવી છે કે આજે વડોદરામાં રાષ્ટ્રીય સમાજ પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખ નલિન મહેતાને વડોદરા મહાનગર પાલિકાની પાણી પુરવઠા કચેરીમાં ડે. એક્ઝિક્યુટિવ એન્જિનિયરે માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. મહેતાનો આક્ષેપ છે કે રાઠોડે તેમની પાસે ફાઇલ પાસ કરાવવા માટે રૂપિયા 1 લાખી લાંચ માંગી હતી.





    આ પણ વાંચો : આને કહેવાય ચમત્કાર: માથે ખાબક્યું હજારો કિલોનું 'મોત' છતાં ચાલકનો થયો આબાદ બચાવ

    તેમના આક્ષેપ મુજબ તેમણે જામ્બુઆ વિસ્તારની સન ગોલ્ડ સ્કિમમાં પાણીના કનેક્શન માટેની ફાઇલ ગત તારીખ 23મી ડિસેમ્બરે મૂકી હતી. જોકે, પાણીનું કનેકશન પાલિકા દ્વારા મજૂર કરવામાં આવતું નહોતું. દરમિયાન આજે વારંવાર ધક્કા ખાધા પછી મહેતા પાલિકાની વડી કચેરીએ પહોંચી ગયા હતા.

    દરમિયાન મહેતાના આક્ષોપ મુજબ હેમલ રાઠોડે પ્રેશરના બહાના કાઢ્યા હતા અને તેમનું કામ મંજૂર કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ માંગી હરતી. આ મામલે બંને વચ્ચે વાતચીત ઉગ્ર બનતા રાઠોડે મહેતા પર હુમલો કર્યો હતો. આ મારામારીના વરવા દૃશ્યો મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયા હતા.

    આ પણ વાંચો :  સુરત : શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા, પાલના પેટ્રોલ પમ્પમાં શ્વાન પર હુમલાનો Video થયો Viral

    આ ઘટનામાં કોનો વાંક છે એ તો તપાસનો વિષય છે પરંતુ સરકારી બાબુની આ તુમાખી પ્રજા અને પ્રજાના પ્રતિનિધીઓ માટે જોખમી છે. આ પ્રકારે કોઈ અધિકારી મારામારી કરે તો પાલિકાએ તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવી ખુટે. જોકે, મનપાના સત્તાધીશો તરફથી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી.
    Published by:Jay Mishra
    First published:January 25, 2021, 20:59 pm

    ટૉપ ન્યૂઝ