Home /News /madhya-gujarat /કમાટી બાગમાં દીપડાની પજવણી, યુવકો પથ્થર મારતા હોવાનો વીડિયો વાયરલ

કમાટી બાગમાં દીપડાની પજવણી, યુવકો પથ્થર મારતા હોવાનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

એક યુવક પિંજરામાં પુરાયેલ દીપડાને હેરાન કરવા માટે અનેકવાર પથ્થર મારી રહ્યો છે.

    ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરાનાં કમાટી બાગનાં પ્રાણીસંગ્રહાલયમાં બે યુવકો દીપડાને હેરાન કરી રહ્યાંનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં 2 યુવકો દેખાઇ રહ્યાં છે. જેમાં એક યુવક દિપડાનાં પિંજરાની રેલિંગને ક્રોસ કરીને અંદર જાય છે. જે બાદ તે યુવક પથ્થર મારીને દીપડાને હેરાન કરે છે. જ્યારે બીજો યુવક આ આખી ઘટનાનો વીડિયો ઉતારે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ યુવકો રેલિંગ ક્રોસ કરીને અંદર સુધી પહોંચી ગયા તો ત્યાં સુધી કોઇ જ સુરક્ષાકર્મીઓને જાણ કેમ ન થઇ.

    શહેરનાં કમાટી બાગનાં પ્રાણીસંગ્રહાલયમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પહેલા પણ પ્રાણી સંગ્રાલયમાં પ્રાણીઓને હેરાન કરતા લોકો ઝડપાયા છે. ત્યારે તાજેતરમાં દીપડાને હેરાન કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવકો પ્રાણીસંગ્રહાલયમાં તો આવે છે અને એક યુવક પિંજરામાં પુરાયેલ દીપડાને હેરાન કરવા માટે અનેકવાર પથ્થર મારી રહ્યો છે. જ્યારે તેની સાથેનો યુવક આ ઘટનાની મજા માણીને તેનો વીડિયો કેમેરામાં કેદ કરી રહ્યો છે. સુરક્ષાનાં જવાનોને જ્યારે આ અંગે જાણ થઇ તો તેવો ત્યાં પહોંચે તે પહેલા તો આ યુવાનો ફરાર થઇ ગયા હતાં.

    આ પણ વાંચો : ટ્રેનની નીચે પટકાયો છતાં બચી ગયો પેસેન્જરનો જીવ, જુઓ VIDEO

    થોડા સમય પહેલા બાળ હિપ્પોનું થયું હતું મોત

    થોડા સમય પહેલા હિપ્પોનું મોત થયું હતું. ઇંદોરના ઝૂમાંથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016માં આવેલી હિપ્પોની પેર ડિમ્પી અને ચુન્નુ વચ્ચે ઇનફાઇટ થઈ હતી જેમાં ડિમ્પી કરેલા હુમલામાં ચુન્નુ મોતને ભેટ્યો હતો. ડિમ્પી અને ચુન્નુનું બેબી હિપ્પો જન્મતા હિપોના એનક્લોઝરમાં જાળી મૂકી બંનેને અલગ રખાયા હતા. અગાઉ બચ્ચુ જન્મ્યું ત્યારે ચુન્નુંએ હુમલો કરી તેને મારી નાખ્યું હતું તેથી આ વખતે ઝૂ સત્તાધીશોએ બંને હિપોને અલગ કરી દીધા હતા. જોકે, અગમ્ય કારણોસર રાતે ડિમ્પીએ ચુન્નુના એનક્લોઝરની જાળી તોડી તેમાં પ્રવેશ કર્યો હતો. ડિમ્પીએ કરેલા હુમલાના કારણે ચુન્નુના શરીર પર ઉજરડાના નિશાન પડી ગયા હતા. વહેલી સવારે ચુન્નુ પાછળનો પગ ભાંગી ગયો હોવાથી ઊભો થઈ શકતો નહોતો જેથી તેને ક્રેનની મદદથી ઊભો કરવામાં આવ્યો હતો જોકે, ચુન્નું બપોર બાદ આ હુમલાના કારણે મોતને ભેટ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Vadodara, ગુજરાત, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन