વડોદરામાં થયો ભેદી બ્લાસ્ટ, Video જોઇને તમે પણ ગભરાઇ જશો

News18 Gujarati
Updated: October 22, 2019, 9:58 AM IST
વડોદરામાં થયો ભેદી બ્લાસ્ટ, Video જોઇને તમે પણ ગભરાઇ જશો
CCTVમાંથી લીધેલી તસવીર

ધડાકો એટલો જોરદાર હતો કે ડ્રનેજ લાઇન પર રહેલું લોખંડનું ઢાંકણું ફંગોળાતા પાર્ક કરેલી બે બાઇકો પણ ફેંકાઇ ગઇ હતી.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરમાં ટ્રાફિકથી ધમધમતા અલકાપુરી આર.સી.દત્ત રોડ પર શનિવારે રાત્રે ભૂગર્ભમાંથી ભેદી ધડાકો થયો હતો. ભેદી ધડાકાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ધડાકો એટલો જોરદાર હતો કે ડ્રનેજ લાઇન પર રહેલું લોખંડનું ઢાંકણું ફંગોળાતા પાર્ક કરેલી બે બાઇકો પણ ફેંકાઇ ગઇ હતી.

આ પણ વાંચો : દિવાળી ટાણે દ.ગુજરાતમાં છવાયું વાદળછાયું વાતાવરણ, ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

શહેરનાં અલકાપુરીના આર.સી.દત્ત રોડ પર સર્કિટ હાઉસની સામે આવેલાં આઇવરી ટેરેસની બહારના રસ્તા પર ગત શનિવારે મોડી સાંજે જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે આસપાસનાં લોકો ગભરાઇ ગયા હતાં. આ અકસ્માત સર્જાતા ફાયર બ્રિગેડ તેમજ પાલિકાના ગેસ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જમીનની નીચે કાર્બન મોનોક્સાઈડ ગેસનો ભરાવો થયો હોવાને પગલે બ્લાસ્ટની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : પત્નીનાં મોતનાં દુ:ખમાં ડૉક્ટર પર કર્યો ગોળીબાર, પતિની ધરપકડ

આ ખબર એટલી વાયુવેગે ફેલાઇ કે અહીં લોકોનાં ટોળે ટોળા આવી ગયા હતાં. આ ભયંકર બ્લાસ્ટનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં ધડાકાની તિવ્રતાનો અંદાજ આવી જાય છે. સદનસીબે આ ધડાકાને કારણે કોઇને ઇજા પહોંચી નથી.
First published: October 22, 2019, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading