Home /News /madhya-gujarat /Viral Video: ટોળામાં નાચવાની બેદરકારી કેટલી મોંઘી પડી શકે, તેનું ભાન જાનૈયાઓ ભુલ્યા....

Viral Video: ટોળામાં નાચવાની બેદરકારી કેટલી મોંઘી પડી શકે, તેનું ભાન જાનૈયાઓ ભુલ્યા....

X
વડોદરા

વડોદરા શહેરમાં લગ્ન પ્રસંગે સરકારની ગાઇડ લાઇનનો ભંગ થયો છે

શહેરના કારેલીબાગ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન લોકોનું ટોળું ગરબે ઘૂમતા જોવા મળ્યું હતું. અહીં ડીજેના તાલે લોકોએ ખૂબ ગરબા રમ્યા 

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં લગ્ન પ્રસંગ (Marriage Function) દરમિયાન લોકોનું ટોળું ગરબે ઘૂમતા જોવા મળ્યું હતું. અહીં ડીજેના તાલે લોકોએ ખૂબ ગરબા રમ્યા હતા અને ખૂબ આનંદ મેળવ્યો હતો. પરંતુ આ દરમિયાન લોકો કોરોનાના (Corona Time) આ સમયગાળાને જાણે ભૂલી જ ગયા છે તેવું દેખાઈ રહ્યું છે.

તાજેતરમાં વડોદરા શહેરમાં લગ્ન પ્રસંગે સરકારની ગાઇડ (Government Guidelines) લાઇનનો ભંગ થયો છે અને સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. જાનૈયાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. રાજ્યમાં જ્યારે કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને બેદરકારી મોંઘી પડી શકે છે, તેનો ખ્યાલ લોકોને હોય તેવું લાગી રહ્યું નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3000થી વધુ કેસ નોંધાયા છે અને સમય એવો આવ્યો છે કે, લોકોએ સરકારના નિયમોનું પાલન કરવાની જરૂર છે. જ્યારે અહીંયા લોકોમાં દૂર દૂર સુધી ગંભીરતા દેખાઈ રહી નથી.

આ પણ વાંચો: વડોદરામાં કોરોના બન્યો ઘાતક! ત્રણ વર્ષની બાળકીને એક જ રાતમાં ભરખી ગયો, પરિવારમાં આક્રંદ

હાલ લગ્ન પ્રસંગે લોકો ડીજેના તાલે એક સાથે ગરબા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અને એવું પણ નથી કે કોઈ ખુલ્લા મેદાનમાં થઈ રહ્યું હોય, પરંતુ આ ડાન્સ એક જાહેર માર્ગોપર થયો હતો. અહીં ચોંકાવનારી વસ્તુ તો એ હતી કે, ખુલ્લે આમ આ પ્રકારે ટોળામાં ડાન્સ લોકો કરી રહ્યા હતા, છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ એક્શન લેવામાં આવી નથી.
First published:

Tags: Corona guidelines, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો