વડોદરાઃ રૂપાણીએ નવા બનેલા ગણપતિ મંદિર ખાતે ગણેશ યાગમાં લીધો ભાગ

બડા ગણેશ મંદિરમાં પધરાવવામાં આવેલી ગણેશની મૂર્તિ 28 ટનના પથ્થરમાંથી બનાવવામાં આવી છે.

News18 Gujarati
Updated: September 13, 2018, 11:33 AM IST
વડોદરાઃ રૂપાણીએ નવા બનેલા ગણપતિ મંદિર ખાતે ગણેશ યાગમાં લીધો ભાગ
બડા ગણેશ મંદિર
News18 Gujarati
Updated: September 13, 2018, 11:33 AM IST
વડોદરાઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે વડોદરા ખાતે નવનિર્મિત બડા ગણેશ મંદિરમાં ત્રણ દિવસ સુધી ચાલનારા ગણેશ યાગમાં ભાગ લીધો હતો. તેમણે કલાલી વડસર ખાતે આવેલા જાગનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. તેની બાજુમાં જ બનાવવામાં આવેલા ગણેશ મંદિરમાં તેમણે ગણેશ યાગમાં ભાગ લીધો હતો. વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સંસ્થાએ અંહીં ત્રણ દિવસના યાગનું આયોજન કર્યું છે.

જાગનાથ મંદિરે દર્શન કરીને ગણેશ યાગમાં ભાગ લીધા બાદ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનો સંયોગ છે. આ પ્રસંગે ગુજરાતના લોકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાતની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા માટેનો પણ આ ઉત્સવ છે. એકતાને તોડનારા પરિબળો પરાસ્ત થાય અને સામાજીક સમરસતા જળવાઈ રહે તેવી આ પ્રસંગે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. સંવત્સરી નિમિત્તે બધાને મિચ્છામિ દુક્કડમ. મને સવારના કાર્યક્રમમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનો ખૂબ આનંદ છે."

Vijay Rupani, Jagnath Temple, Vadodara
રૂપાણીએ જાગનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી.


આજે બડા ગણેશ મંદિરનું લોકાર્પણ

માંજલપુરના ધારાસભ્ય તેમજ સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટના વડા યોગેશ પટેલે જણાવ્યું કે, "આજે સાંજે બડા ગણેશ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના રાજવી સમરજીતસિંહ ગાયકવાડ મંદિરનું લોકાર્પણ કરશે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં 28 ટનના પથ્થરમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ પધરાવવામાં આવી છે. 1992માં તત્કાલિન મુખ્યમંત્રીએ આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં ફરીથી 2007માં આ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર માટે મોટો પથ્થર ન મળતો હોવાથી કામ અટક્યું હતું. આખરે ખાણમાંથી 28 ટનનો પથ્થર મળી જતાં મૂર્તિ તેમજ મંદિરનું કામ પૂર્ણ થયું છે."
First published: September 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...