વડોદરાની એમ.એસ યુનિવર્સિટી (MS University of Vadodara) અવારનવાર વિવાદો (MS University controversy)માં સપડાતી રહે છે ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે મારામારી (Clashes between students) થઇ હોવાનો વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના NSUIના જ બે ગ્રુપો વચ્ચે છુટા હાથની મારામારી થતા યુનિવર્સિટીનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘટનાએ ચકચાર જગાવી છે. અને વાયરલ વીડિયો મામલે વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના મામલે ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યાં જ હાલમાં આ ઘટનાને લઇ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના મામલે ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેન્ટીનમાં કરણ પટેલ અને તેના મિત્રો તૃશેન દેશમુખ, શિવમ અને શાહિદ શેખ આવ્યા હતા. આ ચારેય NSUIના નેતા વ્રજ પટેલને પૂછવા લાગ્યા હતા કે હર્ષ ક્યા છે. હર્ષ ત્યાં જ હાજર હોવાથી કરણ સહિતના ચાર સાથીદારોએ તેને પકડી લીધો હતો અને અપશબ્દો કહેવા લાગ્યા હતા. તું કેમ એ.એસ.યુ. ગ્રૃપનો પ્રચાર કરે છે તેમ કહી ગડદા પાટુંનો મારમાર્યો હતો. જે બાદ સમગ્ર મામલે બુમાબુમ થતાં યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
આ સમગ્ર મામલે હર્ષ શૈવે એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીઓ કરણ પટેલ, તૃષેશ દેશમુખ, શિવમ અને શાહિદ શેખ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.