Home /News /madhya-gujarat /Vadodara Accident Video: વડોદરામાં બે વાહનચાલકો ફુલસ્પીડમાં અથડાયા, જુઓ અકસ્માતનો લાઇવ વીડિયો

Vadodara Accident Video: વડોદરામાં બે વાહનચાલકો ફુલસ્પીડમાં અથડાયા, જુઓ અકસ્માતનો લાઇવ વીડિયો

આ અકસ્માતનો વીડિયો જોતા પ્રથમ નજરે તો એવું લાગે છે કે, બંને વાહનચાલકો નિયમોને ભૂલી રોડ પર નીકળ્યા હશે.

વડોદરામાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા રોંગ સાઇડમાં રસ્તો ક્રોસ કરતા એક્ટિવા ચાલક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થાય છે. આ અકસ્માતમાં બંને વાહનો ધડાકાભેર અથડાતા બંને વાહનોના પરખચ્ચા ઉડી ગયા હતા.

વધુ જુઓ ...
Vadodara Breaking News: રાજ્યમાં ટ્રાફિકના નિયમો (Traffic Law)નું પાલન નહીં કરનાર વાહનચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરોના ભીડભાડવાળા રોડ પર વાહનચાલકોને થોભવા માટે ટ્રાફિકના નિયમો બનાવાયા છે જેનું પાલન કરવા માટે શહેર પોલીસ (Vadodara Police) દ્વારા અપીલ પણ કરાઇ છે. ત્યારે આ નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકોએ વડોદરામાં થયેલ ગમખ્વાર અકસ્માત (Road Accident)નો વીડિયો (Vadodara Accident Vide) ધ્યાનથી જોઇ લેવો જોઇએ. કારણ કે આ વીડિયો નિયમોને તોડનાર લોકો માટે એક શબક સમાન છે.

હાલમાં વડોદરામાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા રોંગ સાઇડમાં રસ્તો ક્રોસ કરતા એક્ટિવા ચાલક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થાય છે. આ અકસ્માતમાં બંને વાહનો ધડાકાભેર અથડાતા બંને વાહનોના પરખચ્ચા ઉડી ગયા હતા. અકસ્માતમાં બંને વાહનચાલકો ઇજાગ્રત થયા છે. આ વાયરલ વીડિયો વડોદરા શહેરના સેન્ટ્રલ નજીકનો હોવાની ચર્ચા છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી શકી નથી.



આ અકસ્માતનો વીડિયો જોતા પ્રથમ નજરે તો એવું લાગે છે કે, બંને વાહનચાલકો નિયમોને ભૂલી રોડ પર નીકળ્યા હશે. પ્રથમ એક્ટિવા ચાલક રોંગસાઇડમાં રસ્તાને ઓળંગી રહ્યો છે જે દરમિયાન સામેથી આવતા બાઇકચાકે ફુલસ્પીડમાં તેને અથડાય છે. આ અકસ્માતમાં બંને વાહનોના સ્પેરપાર્ટ રોડ પર વિખેરાતા જોઇ શકાય છે. વીડિયો જોતા જ લોકોના મનામાં એવો પણ સવાલ આવી રહ્યો છે કે, આટલી સ્પીડમાં વાહન ચલાવવાની શું જરૂર?
First published:

Tags: Accident video, Live Accident video, Vadodara Accident, Vadodara Top News, Vadodara Video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો