આ ઘટના વડોદરા શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન નંદસરીની હદની છે.
આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.એ કરમુર સાથે ટેલિફોનીક વાતચિત કરતા તેમણે જણાવ્યું હતુ કે, કે હા આવી એક ઘટના બની છે. જેમાં છાણી પોલીસ સ્ટેશનના LRD જવાનની પીસીઆર વાનની આગળ બાળક આવી જતા તેને માર માર્યો છે.
અંકિત ઘોનસિકર, વડોદરા: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી પોલીસ (Gujarat Police)ના માથે છે. ત્યારે પોલીસ જવાનો જ કેટલીક વાર નિર્દયતાની હદ વટાવીને પ્રજા પર એવા અમાનુષી અત્યાર ગુજારે છે જેના કારણે પ્રજાના મનમાં પોલીસની છબી ખરડાય છે. ગુજરાત પોલીસ અનેક કાર્યક્રમો થકી પ્રજા સુધી પહોંચી પોતાની ખરડાયેલી છબી સુધારવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ પોલીસ વિભાગ (Vadodara Police)માં દાખલ થયેલા કેટલાક કર્મચારીઓ પોલીસની ખરડાયેલી છબી ક્યારેય સુધરવા નહીં દે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.
વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે નિર્દયતાની હદ વટાવી. એક બાળકને જાહેરમાં માર મારી અધમૂવો કરી નાખ્યો. pic.twitter.com/RT4WsicYzQ
આ ઘટના વડોદરા શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન નંદસરીની હદની છે. જ્યાં મોડી સાંજના સમયે એક સગીર બાળક રસ્તા પરની ચાઇનીઝની લારી પાસે તેના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પોલીસની એક પીસીઆર વાન પસાર થાય છે અને ચાઇનીઝની લારી પાસે ઉભેલુ બાળક અચાનક પીસીઆરની આગળ આવી જાય છે, તેવુ સ્થાનિક સૂત્રોનો કહેવુ છે. સ્થાનિકો એવુ પણ જણાવી રહ્યા છે કે, બાળક પીસીઆરની આગળ આવી જતા ગાડી ઉભી રહીં અને તે બાળક નજીકમાં આવેલી દુકાન તરફ દોટ મુકી અંદર ઘૂસી ગયો હતો. જોકે બાળકની પાછળ પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર માર્યો હતો છે. આટલેથી પોલીસ જવાનનુ પેટ ન ભરાયુ તો આ માસુમ બાળકને દુકાનની બહાર લાવી તેનો એક હાથ મચકોડી ઉપરાછાપરી લાફા પણ માર્યા હતા.
દુકાનમાં પ્રવેશી રહેલા ગ્રાહકો આ દ્રશ્યો જોતા પોલીસ જવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખાકીના વટમાં રહેલો આ પોલીસકર્મીએ સમજવાને બદલે બાળકને લાતો મારી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસ કર્મીના મારથી બાળકને હાથમાં ગંભીર ઇજા પણ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા અને નંદસેરની પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.એ કરમુર સાથે ટેલિફોનીક વાતચિત કરતા તેમણે જણાવ્યું હતુ કે, કે હા આવી એક ઘટના બની છે. જેમાં છાણી પોલીસ સ્ટેશનના LRD જવાનની પીસીઆર વાનની આગળ બાળક આવી જતા તેને માર માર્યો છે. જોકે આ મામલે હજી તપાસ ચાલી રહીં છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર