વડોદરા: પેટ્રોલના ભાવમાં વધારાના કારણે મોધવારી મોધવારી મોઘવારી..જ્યા જોવો ત્યા લોકોને મોઘવારી નડી રહી છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય કે જમવા માટેની શાકભાજી હોય... તમામ જગ્યાએ મોઘવારી લોકોને હેરાન કરી રહી છે.
ચોમાસા બાદ શાકભાજી ના ભાવમાં વધારો થવા લાગ્યો છે. પરંતુ હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો ડીઝલના ભાવ વધારાના કારણે નોંધાયો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ડીઝલના ભાવ વધારો થતાં ટ્રાન્સપોર્ટેશન પર 15% નો વધારો કરતા તેનો સીધો અસર શાકભાજીના ભાવમાં જોવા મળ્યો છે.
હાલ શાકભાજીના ભાવ- બટાકા, ડુંગળી, ટામેટા, રીંગણા, લીલા ધાણા, આદુ, લસન તમામ શાકભાજીના ભાવ પ્રતિ કિલો 50 થી 60 રૂપિયા વેચાય રહી છે. જયારે રોજ રસોઈમાં વપરાતા ધાણા 160 રુપિયા કિલો વેચાણ થઈ રહ્યા છે.
સ્થાનિક બજારમાં પણ શાકભાજી હવે મોંઘી બની ગઇ છે અને ગૃહીણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ પોતાની કમાણી પર કાતર ફેરવતી આ મોંઘવારીથી પરેશાન થઇ ગયા છે અને રોજીંદી જરૂરીયાત એવી શાકભાજીને લઇને ખીસ્સા પર ભારણ વધવા લાગ્યું છે. આમ તો પહેલા શાકભાજીના ભાવમાં ઘટાડો હતો પરંતુ હાલ તો આ શાકભાજીનો ભાવ વધી જતા ઘરનુ બજેટ ખોરવાઈ ગયુ છે.
2. કોરોનાની ગાઈડ લાઈનને લઇ આ વર્ષે પણ રાવણ દહન નહીં થાય, જેને લઇ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લા 40 વર્ષોથી શહેરમાં દશેરાના પર્વની ઉજવણી શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા કરી રાવણ દહન કરાય છે. પરંતુ ગત વર્ષે કોરોનાની મહામારીમાં આ ઉજવણી કરી શક્યા ના હતા. તો આ વર્ષે પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા ફક્ત 400 વ્યક્તિઓની જ પરવાનગી આપી છે. આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ આ વર્ષે રામલીલાના કેટલાક ખાસ અંશોનું આયોજન કરાયું છે. પણ આ કાર્યક્રમનો લાભ ફક્ત આમંત્રિત મહેમાનો જ લઇ શકશે. જેની માટે આયોજકો દ્વારા પાસ ઇસ્સુ કરવામાં આવ્યા છે. અને આ વર્ષે જાહેર જનતા આનો લાભ લઇ શકશે નહીં. જે વિશે વધુ માહિતી ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પત્રકાર પરિષદ માં આપવામાં આવી હતી.