ફરી લોકસભાની ટિકિટ મળતા વડોદરાના સાંસદ રંજન ભટ્ટ બન્યા ભાવુક

News18 Gujarati
Updated: March 24, 2019, 6:43 PM IST
ફરી લોકસભાની ટિકિટ મળતા વડોદરાના સાંસદ રંજન ભટ્ટ બન્યા ભાવુક
ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વડોદરાના સાંસદ રડી પડ્યા હતા.

ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં નાનપણના દિવસો અને સંઘર્ષની વાત કરતા રડી પડ્યાં રંજન બેન ભટ્ટ

  • Share this:
ફરિદ ખાન, વડોદરા : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 16 ઉમેદવારો જાહેર થયા છે. રાજ્યની વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે શહેર પ્રમુખ અને વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ફરીથી ટિકિટ આપી છે. ફરી ટિકિટ મળતાની સાથે જ રંજનબેન ભટ્ટે ભાવુક થયા છે. ન્યૂઝ 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં નાનપણના દિવસો અને સંઘર્ષને યાદ કરતા રંજનબેન રડી પડ્યા હતા.

તેમણે કહ્યું, “ હું નાના ઘરની દીકરી છું. મને જીવનમાં કોઈ દિવસ પદની અપેક્ષા નહોતી. મેં સ્વપ્ને પણ વિચાર્યુ નહોતું કે હું સાંસદ બનીશ. મારી પાર્ટીએ મને મારિ હેસિયત કરતાં ઘણું વધારે આપ્યું છે. મને વડોદરાની ફરી સેવા કરવાનો અવસર મળ્યો તે મારા માટે મોટી વાત છે. મારા પરિવારે, ખાસ કરીને મારા પતિ, દિકરો, વહુ સૌએ મને ખૂબ સહકાર આપ્યો છે. ”

આ  પણ વાંચો: ભાજપે ગુજરાતના 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા, મોટાભાગના રીપિટ

આ બેઠક પર અગાઉ વડાપ્રધાન મોદી પણ ચૂંટણી લડ્યા હતા અને તેમણે પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજન બેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયા હતા. હાલમાં કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જ આ બેઠક પર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલેને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે બંને મુખ્ય પક્ષો વચ્ચેના શહેર પ્રમુખોનો મુકાબલો રોચક બની રહેશે.
First published: March 24, 2019, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading