Home /News /madhya-gujarat /Vadodara: 9 લાખ ચોરસ ફૂટ એરિયામાં 11મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, આ ક્ષેત્રમાં થશે ફાયદો

Vadodara: 9 લાખ ચોરસ ફૂટ એરિયામાં 11મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, આ ક્ષેત્રમાં થશે ફાયદો

X
એક્સ્પોમાં

એક્સ્પોમાં 550 થી વધુ પ્રદર્શનાર્થીઓ, વેન્ડર ડેવલોપમેન્ટમાં 100થી વધુ તકો

વડોદરા શહેરમાં નવલખી મેદાન ખાતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 11મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 550 થી વધુ પ્રદર્શનાર્થીઓ જોડાયા છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં નવલખી મેદાન ખાતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 11મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 550થી વધુ પ્રદર્શનાર્થીઓ જોડાયા છે જેમાં એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ્સ, ઓટોમેશન, મશીનરી, બેંક એન્ડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન, રીન્યુએબલ એનર્જી, સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન વગેરે અલગ અલગ ઉદ્યોગોના વેપારીઓએ ભાગ લીધો છે. અને આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

9 લાખ ચોરસ ફૂટ એરિયામાં એક્ઝિબિશન ફેલાયેલુ

આ મોટા પ્રદર્શનમાંથી એક મોટું બી 2 બી એક્સપો છે. આ એક્સપોમાં 550થી વધુ પ્રદર્શનાર્થીઓ, વેન્ડર ડેવલોપમેન્ટમાં 100થી વધુ તકો અને 9 લાખ ચોરસ ફૂટ એરિયામાં એક્ઝિબિશન ફેલાયેલુ છે.



વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડન્ટ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, એક્ઝિબિશન 16 ડોમનું રાખવામાં આવ્યું છે.



જેમાં 100થી વધારે ફેબ્રિકેટર કન્સ્ટ્રક્શનના સ્ટોલ્સ છે. જે લોકોએ પાંચ લાખથી લઈને 20 લાખ સુધી સ્ટોલને બનાવવાનો ખર્ચ કર્યો છે. એવા લોકો પણ અહીં સામેલ થયા છે.



બજેટમાં આશા અને નિરાશા એમ બંને પાસાઓ હોય

અને બજેટ ઉપર જણાવ્યું કે, બજેટમાં આશા અને નિરાશા એમ બંને પાસાઓ હોય. માંગવા કરતા મળવું વધારે મહત્વનું હોય છે.



એટલે સરકાર જે પણ આપશે એને માન્ય રાખવામાં આવશે. આ પ્રદર્શનને શહેરીજનો તથા વેપારીઓ 30 જાન્યુઆરી સુધી નિહાળી શકશે.
First published:

Tags: Buisness, Local 18, Vadodara

विज्ञापन