Home /News /madhya-gujarat /

Valentine Special: પતિએ બનાવી પત્નીને PSI, જુઓ અનોખી પ્રેમકહાની

Valentine Special: પતિએ બનાવી પત્નીને PSI, જુઓ અનોખી પ્રેમકહાની

કુસુમ મહેરિયા આજે PSI ની ફરજ બજાવે છે

સારું શિક્ષણ મળે તે માટે હું મારા ફોઈના ઘરે ભણવા આવી હતી. તે દરમિયાન મારા ફોઈની દીકરી મને ઘણીવાર મસ્તીમાં ખીજવતી કે, તારા લાયક અમારા ફળિયામાં ફક્ત કેતુલ છે જેની સાથે તારી જોડી જામી શકે છે.

    વડોદરા: જિલ્લા રમત અધિકારી (District Sports Officer) કેતુલ મહેરીયા અને તેમના પત્ની કુસુમની પ્રેમકહાની (Love story) અનોખી છે. કેતુલ મહેરિયાની પત્ની કુસુમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે હું ધોરણ 12 સાયન્સ ભણતી હતી, ત્યારે સારું શિક્ષણ મળે તે માટે હું મારા ફોઈના ઘરે ભણવા આવી હતી. તે દરમિયાન મારા ફોઈની દીકરી મને ઘણીવાર મસ્તીમાં ખીજવતી કે, તારા લાયક અમારા ફળિયામાં ફક્ત કેતુલ છે જેની સાથે તારી જોડી જામી શકે છે.

    ઘણા સમય અમે એક બસમાં જતા પરંતુ કુટુંબના માન મર્યાદાના કારણે હું તેમની સાથે વાત નતી કરતી. અમને એકબીજા પ્રત્યે પ્રેમ તો હતો, પરંતુ કુટુંબ માટે અમે વાત નહોતા કરતા. પરંતુ જ્યારે મારા પિતાને વાત કરી ત્યારે તે મને ફક્ત એક વાત કહેતા તારી માટે સરકારી નોકરીવાળા લોકો લગ્ન માટે મંગની કરી ક્યાં છે, તો તને કેમ એની સાથે લગ્ન કરવા છે. ઘણું મનાવ્યા બાદ મારા ઘરના લોકો રાજી થયા. લગ્ન બાદ મારા પતિ સીવીલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ કરતા હતા. જ્યારે તેઓ મને પણ પરીક્ષા આપવા માટે હિંમત આપતા સાથે જ મદદ પણ કરતા.



    આ પણ વાંચો: સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપી કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

    તેમના દ્વારા મને ઘણી મદદ કરવામાં આવી હતી. લેખિત પરીક્ષા સાથે પ્રેક્ટીકલ પરીક્ષા માટે મદદ કરતા હતા. અમારા સમાજમાં મહિલાઓ ક્યારે વધારે ભણતી નહોતી સાથે જ સાડી પહેરવી ફરજિયાત હતું. પ્રેક્ટીકલ પરીક્ષા ની તૈયારી માટે મારા પતિ મને સાડી પહેરાવી ઘરેથી લઈ જતા અને સંબંધીને ત્યાં તાલીમના કપડાં પહેરાવી મને પ્રેક્ટિસ કરાવતા હતા. અને તેમના સહયોગથી મેં મારી પરીક્ષા સફળતાપૂર્વક હાસિલ કરી.



    આ પણ વાંચો: કચ્છ: અશ્વદોડમાં ઘોડો વીજ થાંભલા સાથે ભટકાતા 21 વર્ષીય યુવાનનું મોત, જુઓ Video

    આ સફળતામાં સંપૂર્ણ શ્રેય મારા પતિ અને મારા સાસરી પક્ષના લોકોને જાય છે. બાળક હોવા છતાં મને તેમના દ્વારા પરીક્ષા માટે તૈયાર કરાવો મદદ કરી. આજે હું PSIની ફરજ ભજવું છું. અમારા સમાજની હું પ્રથમ મહિલા હોઈશ, જેને પોલીસની પરીક્ષા પાસ કરી હતી અને મારા બાદ હવે અમારા સમાજની તમામ મહિલાઓ પોલીસ પરીક્ષા માટે તૈયારીઓ કરે છે, તે જોઈને હું ઘણો આનંદ અનુભવું છું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, Valentine day 2022, પોલીસ, વડોદરા શહેર

    આગામી સમાચાર