વેલેન્ટાઇન ડેઃ ક્યાંક રેલી, તો ક્યાંક રક્તદાન કાર્યક્રમ યોજીને વિરોધ દર્શાવાયો

Parthesh Nair | Pradesh18
Updated: February 14, 2016, 2:25 PM IST
વેલેન્ટાઇન ડેઃ ક્યાંક રેલી, તો ક્યાંક રક્તદાન કાર્યક્રમ યોજીને વિરોધ દર્શાવાયો
વડોદરા# સમગ્ર વિશ્વ આજે પ્રેમને અભિવ્યકતિનો ખાસ વિશેષ દિવસ એટલે વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં વ્યસ્ત છે, તો વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વેલેન્ટાઇન ડે ની ઉજવણીએ પશ્ચિમિ સંસ્કુતિનું આક્રર્મણ જણાવી રચનાત્મક રીતે આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: February 14, 2016, 2:25 PM IST
  • Share this:
વડોદરા# સમગ્ર વિશ્વ આજે પ્રેમને અભિવ્યકતિનો ખાસ વિશેષ દિવસ એટલે વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં વ્યસ્ત છે, તો વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વેલેન્ટાઇન ડે ની ઉજવણીએ પશ્ચિમિ સંસ્કુતિનું આક્રર્મણ જણાવી રચનાત્મક રીતે આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે.

ભાજપના હિન્દી સેલ દ્વારા યુવક યુવતીઓ વેલેન્ટાઇન ડે ની ઉજવણીથી દુર રહે અને તેઓ સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાનો ફાળો આપે તે માટે આજે વેલેન્ટાઇન ડે ના દિવસે રકતદાનના કાર્યક્રમનું આયોજન કરી 200 યુનિટ રકત એકત્રિત કર્યું છે. આજના દિવસે રકતદાન શિબિરનું આયોજન પાછળનો હેતું એ હતો કે, આજે અનેક યુવક-યુવતીઓ વેલેન્ટાઇન ડેની પશ્ચિમ સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરે છે તેના બદલે યુવક યુવતીઓ સમાજ ઉપગોયી રચાનાત્મક કાર્યોમાં જોડાઇ.

તો બીજી બાજુ આસારામ પ્રેરીત શ્રી યોગ વેદાંત સમિતિ દ્વારા તાજેતર માંજ શહેરના વિવિધ સ્થળોએ વેલેન્ટાઇન ડેની ઉજવણીના વિરોધમાં યુવક યુવતીની જાહેરમાં સજા આપતા દ્રશ્યો દર્શાવતા હોર્ડિગ્સ લગાવતા વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર આ વિવાદસ્પદ હોર્ડિંગ્સ સાથે આસારામ પ્રેરીત શ્રી યોગ વેદાંત સમિતિએ શહેરમાં રેલી કાઢી હતી અને વેલેન્ટાઇન ડે નો વિરોધ કરી આજના દિવસે માતા-પિતાના પુજન કરવાની યુવાઓને અપીલ કરી હતી.

આમ મંતમતાંતર વચ્ચે આજે વેલેન્ટાઇન ડે ની ઉજવણી થઇ હતી. ત્યારે દર વર્ષ પ્રમાણે વેલેન્ટાઇન ડે ના દિવસે વિરોધીભાસી  વિચારઘારાઓ વચ્ચે ટકરાવ નજરે પડ્યો હતો.
First published: February 14, 2016, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading