'વેલેન્ટાઇન ડે' એ પ્રેમિકાને મળવાની ઇચ્છા અધુરી રેહવાની ભીતીથી નારાજ પ્રેમીએ કરી આત્મહત્યા

Parthesh Nair | Pradesh18
Updated: February 10, 2016, 9:21 PM IST
'વેલેન્ટાઇન ડે' એ પ્રેમિકાને મળવાની ઇચ્છા અધુરી રેહવાની ભીતીથી નારાજ પ્રેમીએ કરી આત્મહત્યા
વડોદરા# 14 ફ્રેબુઆરીએ વેલેન્ટાન ડે પહેલા જ 21 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાને નહીં પામી શકવાની ભીતીથી નારાજ થઇને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ભાવિન નામના યુવાને ચાર પાનાની સુસાઈડ નોટ લખી છે. જેમાં ભાવિને તેના માતા-પિતા, બહેન અને ખાસ કરીને પોતાની પ્રેમીકાને સંદેશો આપ્યો છે.

વડોદરા# 14 ફ્રેબુઆરીએ વેલેન્ટાન ડે પહેલા જ 21 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાને નહીં પામી શકવાની ભીતીથી નારાજ થઇને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ભાવિન નામના યુવાને ચાર પાનાની સુસાઈડ નોટ લખી છે. જેમાં ભાવિને તેના માતા-પિતા, બહેન અને ખાસ કરીને પોતાની પ્રેમીકાને સંદેશો આપ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 9:21 PM IST
  • Share this:
વડોદરા# 14 ફ્રેબુઆરીએ વેલેન્ટાન ડે પહેલા જ 21 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાને નહીં પામી શકવાની ભીતીથી નારાજ થઇને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ભાવિન નામના યુવાને ચાર પાનાની સુસાઈડ નોટ લખી છે. જેમાં ભાવિને તેના માતા-પિતા, બહેન અને ખાસ કરીને પોતાની પ્રેમીકાને સંદેશો આપ્યો છે. સુસાઈડ નોટને આધારે જ પ્રેમ પ્રકરણને કારણે ભાવિને અંતિમ પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. કારેલીબાગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

bar2

પોતાના મધ્યમવર્ગીય પરિવાર સાથે નાગરવાડાનાં નવીધરતી વિસ્તારમાં રેહતા ભાવિન પટેલે પોતાની પ્રેમિકા અને પરજિનો સાથે આગામી વેલેન્ટાઇન ડે ને લઇને અનેક સપનાઓ સેવ્યા હતા. પોતાનું નવુ મકાન પણ બની રહ્યું હતુ અને જે રીતે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પ્રમાણે આગામી વેલેન્ટાઇન ડે નાં રોજ તે પોતાની પ્રેમિકા સાથે નવા મકાનમાં સહપરિવાર સાથે ઉજવણી કરવાનાં સપનાઓ સેવ્યા હતા. લાગણીસભર શબ્દોમાં મુર્તક ભાવિને સુસાઇડ નોટ લખ્યું છે કે, 'વેલેન્ટાઇન ડેએ તુ સાથે નહીં હોય તો હું નહીં હોવું'. જોકે, ભાવિનને અચાનક પોતાના જ ઘરમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

bar1

પોલીસે ભાવિનના બનેવી નિલેશ રાણાની ફરીયાદના આધારે અકસ્માતનો ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરી છે. ભાવિને પોતાની સુસાઇડ નોટ તેની પાસેની એક ડાયરીમાં લખી હતી. પોલીસે તે ડાયરી અને પેન્સિલ પણ કબ્જે કરી છે અને તેના મિત્રોની પુછપરછ કરી તપાસ આગળ વધારી છે.

મહત્વપૂર્ણ છે કે, ભાવિનની મોટી બહેન હાલ પ્રેગનન્ટ છે અને થોડા દિવસમાં તેણીનું શ્રીમંતનો પ્રસંગ પણ આવવાનો હતો. જો કે, ભાવિનને એકતુ નામની છોકરી સાથે પ્રેમ હતો અને તેના પિતા તેની વિરૂદ્ધમાં હતા, જેથી ભાવિનને લાગ્યું હતુ કે, તે એકતુ સાથે નહીં રહી શકે. જેને કારણે ભાવિને અંતિમ પગલુ ભર્યુ હોવાનું માનવામાં આવે છે.
First published: February 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading