Home /News /madhya-gujarat /

વડોદરા : વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા માટે 'વહો વિશ્વામિત્રી પદયાત્રા'નું આયોજન, આ નદી ક્યાંથી નીકળે છે?

વડોદરા : વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા માટે 'વહો વિશ્વામિત્રી પદયાત્રા'નું આયોજન, આ નદી ક્યાંથી નીકળે છે?

વડોદરા

વડોદરા વિશ્વામિત્રી નદી અભિયાન

વિશ્વામિત્રી નદી પાવાગઢ  (વિશ્વ વિરાસત સ્થળ - World Heritage Site) થી નીકળી હાલોલ થઈ દક્ષિણ પશ્ચિમમાં વડોદરા શહેરની વચોવચ વહી આગળ ઢાઢર નદીને મળી ખંભાતના સમુદ્રને મળે છે.

    વડોદરા : વિશ્વામિત્રી નદી પાવાગઢ  (વિશ્વ વિરાસત સ્થળ - World Heritage Site) થી નીકળી હાલોલ થઈ દક્ષિણ પશ્ચિમમાં વડોદરા શહેરની વચોવચ વહી આગળ ઢાઢર નદીને મળી ખંભાતના સમુદ્રને મળે છે. નદીની નૈસર્ગિક સ્વરૂપની સુંદરતા અને સ્વચ્છતા હાલોલ પહેલા જોવા મળે છે. ત્યારબાદ જેમ નદી આગળ વધે છે તેમ તેની અંદર કચરો ઉમેરાતો જાય છે. નદીના કિનારા ઉપર રહેતા લોકો અને ઉદ્યોગો નદીના જળને પ્રદૂષિત કરે છે. વડોદરામાં તો છેલ્લા પાંચ દાયકાથી શહેરના ગંદા પાણીને ઠલવાય છે. માટે આપણે સૌ નદીથી સાવ વિમુખ થઈ ગયા છીએ.

    વિશ્વામિત્રી નદીના પુનઃજીવન અને એના ગૌરવશાળી ભૂતકાળને પુનઃસ્થાપિત કરવા સહુને સાથે મળી ભાગીરથ કાર્ય કરવું જોઈએ. નદી કિનારાના ઉપર રહેતા લોકોમાં જાગૃતિ લાવવા માટે  'વિશ્વામિત્રી પ્રેમી' સમૂહ દ્વારા વિશ્વામિત્રી નદીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રાના બે સ્વરૂપ હતા - પ્રથમ પદયાત્રા કેવળ વડોદરા શહેર પુરતી મર્યાદિત હતી અને આ પદયાત્રામાં નદી કિનારા પર આવેલા વડોદરા શહેરના રક્ષક એવા નવનાથ મહાદેવ મંદિરોને જોડવામાં આવેલ. આ પદયાત્રાનું 15 ઓક્ટોબર 2021ના આજ રોજ આયોજના કરવામાં આવેલ.

    આજની તારીખનું મહત્વ છે કારણ કે, એ વિશ્વામિત્રી અભિયાનને સંપૂર્ણ વૈજ્ઞાનિક ટેકો જાહેર કરનાર ડોક્ટર અબ્દુલ કલામ (Abdul kalam) સાહેબનો જન્મ દિવસ છે. સિવાય એજ તારીખને ભારતીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વામિત્રી નદી તેમજ આપણાં દેશમાં વિદ્યાર્થીઓ નદીઓના પુનઃજીવન માટે પ્રેરિત થાય અને નદીના શુદ્ધિકરણ માટે જાગૃત રહીને કામ કરે એવી અપેક્ષા સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વામિત્રી નદી એ જળચર અને અન્ય વનસ્પતિ વિવિધતાથી સુંદર છે, કેવળ એના પાણીની શુદ્ધતા માટે પ્રયત્નો કરવામાં આવે તો નદી એના શુદ્ધ સ્વરૂપમાં ફરી વહેતી થશે, એવી અપેક્ષા સાથે આજે પડયાત્રાનું આયોજન કરવામાં આવેલ.

    પ્રારંભ સ્થળ: મોટનાથ મહાદેવ મંદિર (હરણી) થી અંતિમ સ્થણ: કોટનાથ મહાદેવ (વડસર)
    First published:

    Tags: Pavagadh, Vadodara news, Vishwamitri river, World Heritage Site

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन