Home /News /madhya-gujarat /Waghodia Election Result: વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો કારમો પરાજય, સતત છ વખત જીત્યા બાદ હાર્યા

Waghodia Election Result: વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો કારમો પરાજય, સતત છ વખત જીત્યા બાદ હાર્યા

મધુ શ્રીવાસ્તવનો કારમો પરાજય

વાઘોડિયાના નેતા મધુ શ્રીવાસ્તવનો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં કારમો પરાજય થયો છે.  તેઓની સામે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અને ભાજપના અશ્વિન પટેલ આગળ ચાલી રહ્યા છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Vaghodia (Waghodia), India
    Madhu Shrivastav Lost: વાઘોડિયાના નેતા મધુ શ્રીવાસ્તવનો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં કારમો પરાજય થયો છે.

    આ વખતે ભાજપે તેઓને ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા પરંતુ તેઓને હજુ સુધીમાં માત્ર 7 ટકા જેટલા મત મળ્યા છે જેની સામે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અને ભાજપના અશ્વિન પટેલ આગળ ચાલી રહ્યા છે.

    સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપના નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા સૌથી આગળ ચાલી રહ્યા છે.
    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2022ધર્મેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષ
    2017મધુ શ્રીવાસ્તવભાજપ
    2012મધુ શ્રીવાસ્તવભાજપ
    2007મધુ શ્રીવાસ્તવભાજપ
    2002મધુ શ્રીવાસ્તવભાજપ
    1998મધુ શ્રીવાસ્તવભાજપ
    1995મધુ શ્રીવાસ્તવઅપક્ષ
    1990પ્રદીપ જયસ્વાલજેડી
    1985મનુભાઈ પટેલકોંગ્રેસ
    1980સનતકુમાર મહેતાકોંગ્રેસ
    1975સનતકુમાર મહેતાકોંગ્રેસ
    1972ધીરજલાલ જયસ્વાલકોંગ્રેસ
    1967એમ જી પોલાકોંગ્રેસ
    1962કાશિવલ મણિલાલકોંગ્રેસ

    ભૂતકાળની ચૂંટણીઓ

    વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. અલબત્ત, ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચુંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડયા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.

    આ પણ વાંચો: Gujarat Election 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર

    આ પણ વાંચો: Gujarat Election Result 2022: આપે ખાતુ ખોલવ્યું! અહીં ગુજરાતની જનતાએ આપ્યો એક મોકો

    આ પણ વાંચો: Gujarat Election Results 2022: કુતિયાણામાં કાંધલ જ વિકલ્પ, સપાએ ખાતું ખોલાવ્યું, NCP એ ટિકિટ ન આપીને ભૂલ કરી

    આ પણ વાંચો: Gujarat Election 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર

    ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. 2012ની ચૂંટણીમાં પણ શ્રીનિવાસ મધુભાઈ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા પટેલ જયેશભાઇને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં શ્રીનિવાસ મધુભાઈને 65851 મત મળ્યા હતા. જ્યારે જયેશભાઇને 60063 મત મળ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Election Results 2022, Gujarat Elections, Madhu shrivastav, ગુજરાત ચૂંટણી પરિણામ

    विज्ञापन
    विज्ञापन