Home /News /madhya-gujarat /Vadodra Weather: શહેરમાં બેવડી ઋતુનો અનુભવ આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Vadodra Weather: શહેરમાં બેવડી ઋતુનો અનુભવ આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. 

છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વખત વડોદરા સહિત ગુજરાત રાજ્યમાં માળખાનું જોખમ તોળાઈ રહ્ય?

વડોદરા: છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વખત વડોદરા સહિત ગુજરાત રાજ્યમાં માળખાનું જોખમ તોળાઈ રહ્યું છે. આવનારા બે-ત્રણ દિવસમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટ્યું છે. ગઈકાલ મંગળવારના રોજ લઘુતમ તાપમાન 17 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું.

આજે બુધવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાવવાની સંભાવના રહેલી છે. શહેરમાં હાલ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં શહેરમાં ખાંસી શરદીના કેસ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી વાતાવરણમાં ફરી બદલાવ થશે. જેને પગલે શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે.

ત્યારે ફરી એકવાર શહેર અને જિલ્લા માથે માવઠાની દહેશતથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું છે. સતત ચોથી વખત વાતાવરણમાં બદલાવની આગાહીને પગલે ખેડૂતોના શિયાળા પાકને નુકસાન થવાની પણ સંભાવના વધી છે. બીજી બાજુ છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત મળી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

સવારે થોડું ઠંડીનું પ્રમાણ હતું. પરંતુ સમય જતાની સાથે જ શહેરનું તાપમાન સામાન્ય થઈ ગયું છે. જે બપોર થતાની સાથે જ ગરમીનો અનુભવ થશે. ફરી પાછું સાંજના સમયે ઠંડી અનુભવાતી હોય છે. તો આ પ્રકારે શહેરનું તાપમાન બદલાતું રહે છે. જે લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. અને લોકો માંદગીનો ભોગ બની રહ્યા છે.
First published:

Tags: Local News, Vadodra, Vadodra Weather

विज्ञापन